Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામા રોજ રાતે છાનેખૂણે ચાલતા બાયોડીઝલના નામે કાળા કારોબાર સામે આંખ આડા કાન કરી જિલ્લા પુરવઠા અધીકારી સરકારની આંખમા ધુળ ઝોંકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે તેમજ આ સમગ્ર કારસ્તાનમા જિલ્લા પુરવઠા કચેરીના એક તરવરીયા કર્મચારી જે થોડા સમય પહેલા શરૂસેક્શન રોડ પર સરકારી ક્વાટરમા “ખેલ” નાંખવા ગયેલા અને ખુબ ધમપછાડા ઢાંકપિછોડા કરવા માટે કર્યા હતા તે કર્મચારી આ કાળા કારોબારમા કંઇક “હિસાબ” અમુક વેપારીઓ સાથે કરી રહ્યા હોવાની શંકા રેવન્યુ વર્તુળો સેવી રહ્યા છે,
કહેવાતા કડક અને નિષ્ઠાવાન જિલ્લા પુરવઠા અધીકારીની તેમની ઉપર મીઠી નજરના આક્ષેપો અમુક “વહીવટ” કરનારા જણાવે છે, પરંતુ આવા આક્ષેપ સાબિત થાય નહી ત્યા સુધી ખરા ન માનવા તે જ સલાહભર્યુ છે, કેમ કે ઘણીવખત એવુ બન્યુ હોય છે ખોટા-સાચા આક્ષેપોથી કોઇ કર્મચારીઓની કેરીયર રગદોળાય અને ક્યાક વિલા મોઢે બેસવુ પડે તેમ પણ જણાવી સુત્રો ઉમેરે છે ખનીજમાંથી પણ લ્હાવો અને લાડવો મેળવી લેવા આ કર્મચારીએ ખુબ જહેમત ઉઠાવ્યાની હીસ્ટ્રી પણ અમુક લોકો દોહરાવી રહ્યા છે,
mysamachar ના વ્યુઅર્સને ફરીથી જણાવીએ કે જામનગર સહિત સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમા અનેક સનસનીખેજ બાબતો સામે આવે છે તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલના કાળા કારોબારની બાબતો બહાર આવી છે તે જામનગર જિલ્લા સુધી ફેલાયેલુ છે, કચ્છમા ઉતરતુ આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.૫૩ મા લીટર પડે છે કાયદેસર ડીઝલ 78/79 રૂપિયા લીટર વેચાય છે માટે દેખીતુ છે કે કાળો કારોબાર છાને ખૂણે થાય જ માટે જ કચ્છ થી આ ડીઝલ જામનગર સહિત સૌરાષ્ટ્રમા વેંચાણમા આવે છે.
ચોક્કસ હેતુ અને ચોક્કસ ટીમ આ રેકેટ ગૃપ બનાવી લગત સ્થાનિક તંત્રની ઓથ લઇ ચલાવ્યે જ રાખે છે તે બાબત વિસ્ફોટક છે અને માટે જ આ છાના ખુણાના છુટાછવાયા કૌભાંડ તંત્ર પકડતુ નથી તે વધુ સનસનીભર્યુ છે, દરમ્યાન એક અંદાજ મુજબ ખીજડીયા બાયપાસ લાલપુર ચોકડી ઠેબા રોડ તેમજ લગત હાઇવે તેમજ જિલ્લામા રોડ ટચ સ્થળે બાયોડીઝલ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી છાને ખૂણે વેચાણ કરવાનું જારી છે, અને ડી.એસ.ઓ. અને તેનો સ્ટાફ આ બધુ જ જાણે છે છતાય આ પ્રવૃતિ સદંતર બંધ કરાવતા નથી આ ઓપરેન્ડી ક્યાક રાત્રીના ક્યાક ખુણે ખાચરે દિવસના પણ ચાલતી હોવાનુ ચોક્કસ અનુમાન છે અને બેરલોમાં આવું ડીઝલ સપ્લાય કરી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે,
રાત્રે આટાફેરા કરતી પુરવઠા ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક “સ્વહિત” મા છાને ખૂણે ચાલવા દે છે નહિ તો દરેક સીલ ન થાય?? તેમજ અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલ વાળી પાર્ટી બાજુમા નવો કાળો કારોબાર શરૂ કરી દે છે જેમાં ટુંકા ગાળાના અને લાંબા ગાળાના “લાભ” મેળવાય છે, ઉપરાંત સમગ્ર રાજ્યમા આવા પંપ ઉપર તંત્રની ધોંસ છે તેવી જામનગર પુરવઠાની ધોંસ નથી તેમ પણ ખાનગી સુત્રોએ સમગ્ર વિગત આપી છે તેમજ દિવસના કોણ જાણે બીજા અગત્યના કામોના કારણે સઘન તપાસ થઇ રહી નથી માટે રાઉન્ડ ધ ક્લોક સઘન ડ્રાઇવની જરૂર હોવાનુ જાણકારો કહે છે
બીજી તરફ આકાશ પાતાળ એક કરી પુરો લાડવો ખાવા ટેવાયેલા આ બાયોડીઝલના નામે ભળતો કાળો કારોબાર કરનાર અમુક જ પંકાયેલા વેપારીઓ જિલ્લા પુરવઠાની આડશમા જ સમગ્ર કારસ્તાન ચલાવી રોજનો લાખોનો વેપાર કરી લે છે અને પુરવઠા તંત્રને “સાચવી” લે છે અને પુરવઠાના અધીકારી રાત્રે આવા દરેક પંપ સીલ કરવા નીકળે છે કે અમુક બંધ કરાવા અમુક ચાલુ રખાવા નીકળે છે તે નક્કી નથી થતુ અને જાહેર પણ નથી થઇ રહયુ નહિતર પેટ્રોલ પંપની ચકાસણી થાય તેની માહિતી ખાતા દ્વારા પ્રેસનોટ આપવાની પરંપરા છે.
પરંતુ અધકચરૂ અને છુપુ કામ થઇ રહ્યુ હોય તો કેવી રીતે જાહેર યાદી આપે?? એવુ કરે તો લગત વેપારીઓ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડે તેમજ સરકારને થઇ રહેલી લાખો રૂપીયાની વેરાની નુકસાની બહાર આવી જાય માટે સિમિત વર્તુળમા સચવાયેલા અધીકારી કર્મચારીઓ અને ચોક્કસ વેપારીઓના ગઠબંધન થી જામનગર શહેર જિલ્લામા હજુ એક ડઝનથી વધુ સ્થળોએ આ રીતે સરકારની આંખમા ધુળ નાખવાનો કાળોકારબાર DSO ના દમ પર જ ચાલે છે તેવા સનસનીભર્યા આક્ષેપ કરતા આધારભૂત સુત્રોએ હજુય વધુ સ્ફોટક વિગતો આપી છે,
પરંતુ એક અધીકારી ચોક્કસ કર્મચારી અને લગત આ પુરવઠા વિભાગની મિલીભગતથી જિલ્લા વહીવટી તંત્ર બદનામ ન થાય તેની કાળજી લેવા અહેવાલ ને પણ મઠારવો પડે છે નહિતો આ આક્ષેપથી પણ વધુ “ખેલ” પડે છે અને કહેવાતા પ્રમાણીક અને કડક ડીએસસો ઉપરી અને સરકારને ધુળ ઝોંકવામા માહીર છે તેવા અભિપ્રાય સામે આવે છે આ અભિપ્રાયોની તેમજ તમામ આક્ષેપોના પુરાવા એકત્ર કરવા ચોક્કસ જાણકાર અને કેપેબલ સુત્રો સંશોધન કરી રહ્યા છે ત્યારબાદ જ સાચી વિગત સામે આવશે ત્યા સુધી આક્ષેપને અધીકૃત કેમ ગણવા ?? માટે હાલ સુત્રોની ચર્ચાઓ પરનો અહેવાલ સંપુર્ણ સત્ય બની રહે તેમજ સમગ્ર પર્દાફાશ ના સ્વરૂપમા આવે તેવા પ્રકારની તપાસ ચોક્કસ જુથ કરે છે કેમકે છેલ્લા કેટલાક દિવસની આ “રાત્રી કળા” જાહેર ન કરાતી હોય આક્ષેપ માટે મોકળુ અને ઠોસ મેદાન મળ્યુ છે
માટે જોઇએ હવે બાયોડીઝલના નામના આ કાળા કારોબાર ને ચાલુ બંધ કરવા પાછળ ડીએસઓ અને તેના માનીતા કર્મચારી અને ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ “સાચવી” લેનારા આ જુજ વેપારીઓની ત્રીપુટીની ચર્ચાઓ અને કારસાઓ સરકારમા પહોંચે એ સમય દૂર નથી તેમજ કલાકો અને દિવસો ના ” ગણીત” માંડી થઇ રહેલો આ સંયુક્ત ખેલ હાલ ટીકાપાત્ર તેમજ સરકારને નુકસાન કરનાર તેમજ ગેરકાયદેસર હોવાનુ તો જાણવા મળ્યુ છે, ત્યારે હવે ધ્રોલના રેશનીંગ કૌભાંડ સ્ટેટ સાયબર પોલીસ દ્વારા ઝડપાયુ તેની જેમ પોલીસ કે સરકારી બીજી એજન્સી ત્રાટકે અને બાયોડીઝલનો સમગ્ર ખાનગી “ખેલ” નો પર્દાફાશ થાયબ તેવુ પણ બની શકે તે શક્યતા પણ અમુક કાયદેસર મોટા ડીલરોએ વ્યક્ત કરી છે
-જો પુરવઠા અધિકારી અને તેની ટીમ કાર્યવાહી કરે છે તો વિગતો પર શા માટે ઢાંક પીછોડો?
Mysamachar.in મોટાભાગના અહેવાલોમાં સલગ્ન અધિકારીની પ્રતિક્રિયા લઇ પૂર્તતા કરવાનો પ્રયાસ કરે છે આ કિસ્સામાં પણ જીલ્લા પુરવઠા અધિકારીની વારંવાર પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ થયો છે પરંતુ તેવો મગ નું નામ મરી પાડવા જ કોઈ હિસાબે તૈયાર નથી, આ બાબત ગંભીર એટલા માટે બની કે રાજ્યના મુખ્યમંત્રી સુધી બાયોડીઝલના વેચાણ સામે સાચા પેટ્રોલપમ્પધારકો તાજેતરમાં જ રજૂઆત માટે પહોચ્યા હતા અને હડતાલની ચીમકી ઉચ્ચારી હતી, જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાબડતોબ આવા બાયોડીઝલના હાટડાઓ પર પોલીસ અને પુરવઠા ટીમને તૂટી પાડવાનો આદેશ કરતા હડતાલ પાછી ખેચાઈ હતી,
અને જે બાદ રાજ્યના કેટલાય જીલ્લાઓમાં પુરવઠા અધિકારીની ટીમ અને પોલીસ દ્વારા મોટાપાયે દરોડા કરી અને મીડિયાને માહિતીથી અવગત કરવામાં આવ્યા પણ જામનગરમાં આ માઈલું કાઈ થયું ના હોય તેમ એટલા માટે લાગે છે કે પુરવઠા અધિકારી પાસે સમયની ઝંઝટ હોય તેમ લાગે છે, એટલે મુખ્યમંત્રીના આદેશની પણ કદાચ અમલવારી શક્ય નહિ બની હોય બાકી બની હોય તો માહિતી સામે રાખવામાં શું દાખલો પડે..!