બીજીવાર લાંચ લેતા ઝડપાયેલ નાયબ મામલતદારના આવતીકાલ સુધીના રિમાન્ડ, કાલે લોકર પણ ખુલશે 

ઘરે ઝડતી દરમિયાન લોકરની ચાવી મળી છે.

બીજીવાર લાંચ લેતા ઝડપાયેલ નાયબ મામલતદારના આવતીકાલ સુધીના રિમાન્ડ, કાલે લોકર પણ ખુલશે 
file image

Mysamachar.in-જામનગર:

બે દિવસ પૂર્વે જામનગર શહેર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને જામનગર મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ ચેતન ઉપાધ્યાય ફટાકડા લાયસન્સનો અભિપ્રાય આપવા માટે ગોકુલનગર વિસ્તારમાં ફટાકડાના દુકાનદાર પાસેથી રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, ત્યારે આજે તેને એસીબી દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે, વધુમાં ચેતન ઉપાધ્યાયના ઘરે ઝડતી દરમિયાન લોકરની ચાવી મળી આવી હોય આવતીકાલે તેના લોકરની ઝડતી પણ એસીબી દ્વારા કરવામાં આવશે તેમાથી શું નીકળશે તેના પર એસીબીની નજર છે, અત્રે ઉલ્લેખનીય છે કેજામનગર મહેસુલ વિભાગના આ સીનીયર નાયબ મામલતદાર બીજી વખત લાંચ લેતા ઝડપાઈ જતા જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.