જોડિયા નજીક અકસ્માત,નાયબ મામલતદારનું મોત..

પત્ની,પુત્રી ઇજાગ્રસ્ત

જોડિયા નજીક અકસ્માત,નાયબ મામલતદારનું મોત..

Mysamachar.in-જામનગર:

જોડિયાના બાદનપરના પાટીયા પાસે આજે બપોરેના અરસામાં ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થતા સ્થળ પર જ નાયબ મામલતદાર નુ મોત નીપજયું છે,જયારે તેમના પત્ની તેમજ પુત્રીને ઇજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,

અકસ્માતના બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ રહેલ વિગતો પ્રમાણે  જામજોધપુર તાલુકામા નાયબ મામલતદાર ફરજ બજાવતા માવજીભાઈ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગેથી પરત ફરી રહયા હતા ત્યારે તેમની સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે,જેમાં નાયબ મામલતદાર માવજીભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજયુ છે,અને પત્ની તેમજ પુત્રીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,બનાવની જાણ થતા જોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો છે,અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.