Mysamachar.in-રાજકોટ:
રાજકોટમાં એસીબીની વધુ એક સફળ ટ્રેપ થઇ છે, જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ઝડપાઈ ચુક્યા છે, સંદીપ હેમચંદ્ર જોષી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગ વિંછીયા, વધારાનો ચાર્જ જસદણ કચેરી વાળા અધિકારીએ આ કેસમાં ફરીયાદીનું વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં આર.સી.સી. પંપ તથા પંપ હાઉસ, પીવીસી પાઇપલાઇન નાખવાનું કામનું ટેન્ડર 6,48,000 નું મંજુર થયેલ જે કામ ફરીયાદીએ તા.29/11/2021 ના રોજ પૂર્ણ કરેલ હતુ.
જે કરેલ કામના પ્રથમ બીલની નેટ રકમ 2,80,175 ફરીયાદીની કંપનીના બી.ઓ.બી.ના એકાઉન્ટમાં જમા થયેલ બાદ કરેલ કામનું બીજુ બીલ રૂ.3,01,881નુ બાકી રહેલ જે બીલ બાબતે ફરીયાદીએ આરોપીને ફોન કરતા ફરીયાદીને ઓફીસે બોલાવી બિલ તથા સીક્યુરીટી ડીપોઝીટ રીલીઝ કરવા વ્યવહારમાં સમજવાનુ જણાવી 7% લેખે પ્રથમ રૂ.45,000ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે છેલ્લે રૂ.25,000ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે 11/2/2022 ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી 25,000ની લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ આ કાર્યવાહી મદદનીશ નિયામક રાજકોટ એકમ રાજકોટ એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર.આર.સોલંકી દ્વારા કરવામાં આવી હતી