ભુલકાઓ ઉપર ઝળુંબતુ જોખમ, ફાયર સેફટી વગરની શાળાઓ હોવાનો DEO નો બેશરમીથી એકરાર

દુર્ઘટના વખતે જ ગાજતુ તંત્ર.... હવે નોટીસના મુહુર્ત કઢાવશે....ભાઇ ડોડીયા.!

ભુલકાઓ ઉપર ઝળુંબતુ જોખમ, ફાયર સેફટી વગરની શાળાઓ હોવાનો DEO નો બેશરમીથી એકરાર
file image

Mysamachar.in-જામનગર

જામનગરમા અનેક સ્થળોએ નાગરીકો ઉપર જોખમ છે, છતાય જ્યા ફાયર સેફટીની તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટના નિયમો મુજબની વ્યવસ્થાઓ દરેક શાળાઓ ક્લાસીસો વગેરેમા તંત્ર શા માટે કરાવતુ નથી તે સવાલ છે. એટલુ જ નહી જ્યા આગ સહિતની કોઇ દુર્ઘટના થાય તો શું પગલા લીધા તે પણ જાહેર કરાતુ નથી જેના ઉપરથી લગત તંત્ર આવી બેદરકારીમાં હિસ્સેદાર હોવાનુ લોકોમા ટીકા સાથે ચર્ચાય છે,

ખાસ કરીને જામનગર જિલ્લામા 205 ખાનગી શાળાઓ છે તેમાંથી વીસમાં જ એટલે દસ ટકા શાળાઓમા જ ફાયર સેફટી સુવિધા છે, તેમ ડીઈઓએ જણાવ્યુ ત્યારે તેમના ચહેરા પર શરમની લકીર પણ ન આવી અને બીજી તરફ કુલ ખાનગી શાળાઓ શહેર જિલ્લામા મળી 200 નહી 300 છે એ પણ વિચારવા જેવુ છે ઉપરથી શાળાઓને ફાયર સેફટી મુદે નોટીસ આપવાનુ ભાઇ ડોડીયા હવે મુહુર્ત કઢાવાના હોય તેમ લાગે છે...!

શહેરમા તેમજ જિલ્લામાં ઘણા સ્થળોએ  વારંવાર આગ લાગવાના બનાવ બનવા પામે છે તેમાય શાળા કોલેજ ક્લાસીસ  જેવા સ્થળોએ આગ લાગે એ કેવી કરૂણ સ્થિતિ સર્જાય છે તે સમજી શકાય છે સુરત અમદાવાદ વડોદરાની જેમ જામનગરની જી.જી હોસ્પીટલમા આગ લાગી ત્યારે જે મહામુસીબતે દર્દીઓને બહાર કઢાયા તે દ્રશ્યો ધ્રુજારી પમાડનાર હતા તો રાજકોટ અમદાવાદ વડોદરા સુરતમા તો આવા બનાવમા જાનહાની પણ થયેલી માટે જામનગરમાં કમીશનરની સુચનાથી ચીફ ફાયર ઓફીસરે આ દિશામા સલામતી ના પગલા લેવાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

પરંતુ શાળાઓના ફીલ્ડમા અને ક્લાસીસના ફીલ્ડમાં  હજુ તેમને સો ટકા સફળતા મળી નથી, જો કે દાદ ન આપનાર શાળા કોલેજ ક્લાસીસ સામે પગલા લઇ શકાય છે માટે શિક્ષણાધિકારી અને ચીફ ફાયર ઓફીસર બંને ભુલકાઓની સલામતી માટે સંયુક્ત પગલા લેશે?  એ પણ સવાલ તો ઉભો જ છે.

વળી ક્યાક-ક્યાક શાળામા ફાયર એકસ્ટીગયશર જેને શિક્ષણ અધીકારી ડબલા કહે છે તે ક્યાક ક્યાક જોવા મળે છે પરંતુ તે તો તાપણા જેવી આગ ઓલવવા કામ આવે તે ખરેખર ફાયર સેફટી વ્યવસ્થામા ગણાય જ નહી ઉપરાંત સરકારી દરેક શાળાઓમા પણ ફાયર સેફટીની સંપુર્ણ વ્યવસ્થા નથી અરે ત્યા સુધી કે જીલ્લા શિક્ષણાધિકારી જે કચેરીમાં બેસે છે ત્યાં જ શાળા અને તેવોની કચેરી આવેલ છે, તે ત્રણ માળના બિલ્ડીંગમા નીચે શાળા છે તે સહિત સંપુર્ણ સ્કુલમા પણ ફુલપ્રુફ અને ફાયર સેફટી એક્ટ મુજબની સલામતી વ્યવસ્થા નથી

વળી શાળાઓ કોલેજો ક્લાસીસ સહિતના  સ્થળોએ ફાયર સેફટી ફરજીયાત છે છતાય તંત્ર દરેક જગ્યાએએ વ્યવસ્થા કરાવી શક્યુ નથી એટલુ જ નહી જ્યા વળી સમ ખાવા પુરતી વ્યવસ્થા હોય છે ત્યા તે વ્યવસ્થાની તાલીમ પણ કોઇને હોતી નથી તો જરૂર પડશે ત્યારે  તેનો ઉપયોગ કેમ કરશે? તંત્રને  અને વાલીઓને આંખે પાટા બંધવા શહેરમાં ઘણી શાળાઓમા માત્ર ફાયર એકસ્ટીગયશર એટલે કે લાલ ડબલા રાખીને સંતોષ માની લેવાય છે તેમાં શુ છે એ પણ ખબર હોતી નથી ખરેખર ફાયર એલાર્મ ફાયર હાઇડીંગ વોટર લાઇન તેમજ એકસ્ટીગયશર સહિતની ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવાની હોય છે,

તેમજ તે કેમ ચલાવવી તેની સ્ટાફને તાલીમ પણ આપવાની હોય છે. અને ફીલઅપ તથા રીન્યુ પણ કરાવાની હોય છે માત્ર દેખાવ પુરતી વ્યવસ્થા ચાલે નહિ તેમાય શાળા જેવા સ્થળે તો ફાયર સેફટી માટે બાંધછોડ ચલાવી જ ન લેવાય માટે હવે તંત્ર શુ પગલા લે છે?? અને શાળાઓ કેવી ગંભીરતા લે છે તે જોવાનુ છે, અને સર્વે તો કર્યો હતો તેમા માત્ર 20 શાળાઓમા જ ફાયર સેફટી જોવા મળી તો બાકીની 180 ખાનગી બીજી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમા આ સુવિધા કરાવા માટે મહુર્ત જોવાય છે તેવુ લાગે છે.

-ફાયર ઉપરાંત પણ સલામતી જરૂરી...ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર પણ ધ્યાન આપે.......

ફાયર સેફટી ઉપરાંત પણ જે તે સ્થળની સ્ટ્રક્ચરલ સલામતી પણ જરૂરી છે, જેમકે સીડી મજબુત હોવી જોઇએ છત પાકીને મજબુત હોવી જોઇએ મોટા સંકુલમા એન્ટ્રી એક્ઝીટ અલગ-અલગ હોવા જોઇએ પતરા કે પ્લાસ્ટીકના જોખમી શેડ ન હોવા જોઇએ બેસવાના ફર્નિચર મજબુત હોવા જોઇએ વીજશોક ન લાગે તે રીતે ઇલેક્ટ્રીક સેફટી હોવી જોઇએ.....વગેરે આવી તો અનેક બાબતો છે કે જે ડીઝાસ્ટર પોઇન્ટ ઓફ વ્યુથી લોકોની સલામતી માટે દરેક જાહેર કે ધંધા કે સેવાકીય સ્થળોએ હોવી જોઇએ પરંતુ એ જોશે કોણ?