My samachar.in:-જામનગર
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજે ફરી એક્શન મોડમાં આવ્યું છે, અને દબાણો પર વહેલી સવારથી તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે, જામનગર શહેરના 58 દિગ્વિજય પ્લોટ હિંગલાજ ચોકથી આગળ નવા રસ્તા માટે એટલે કે ડીપી અમલીકરણ માટે આજે સવારથી જામનગર મનપાની સંયુક્ત ટીમો જેમાં સીટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ એસ્ટેટના મુકેશ વરણવા, રાજભા ચાવડા અને ટીપી ડીપીના ગોસાઈ ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથેની ટીમો લઈને વહેલી સવારથી ડીપી અમલીકરણ માટે વચ્ચે આવતી 20 મિલકતો જેમાં 18 ઇન્ડસ્ટ્રીયલ, 1 રહેણાક અને 1 આંગણવાડી જે 15 મીટરમાં સમાવેશ થતા હોય તેનું ડીમોલીશન કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે.જે સાંજ સુધીમાં પૂર્ણ થશે તેમ જાણવા મળે છે.