જામનગર:૨૯ મકાન, દુકાનો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર..

આજે દિવસભર ચાલશે કાર્યવાહી...

જામનગર:૨૯ મકાન, દુકાનો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી છે, શહેરના નુરી ચોકડી થી રાજકોટ હાઈવેને જોડતા માર્ગ પર ખડકાઈ ચુકેલા દોઢ લાખ ફૂટ દબાણોને દુર કરવા આજે સવારથી મનપાની એસ્ટેટ શાખા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોચી હતી, ટીપી સ્કીમની અમલવારી કરાવવા સાથે વાઇડનીંગ કરવા માટે ૮ દુકાનો, ૨ વાડાઓ અને ૧૯ મકાનોને અગાઉ  જગ્યા  ખાલી  કરવા માટેની નિયમોનુંસાર નોટીસો મનપા દ્વારા પાઠવવામાં આવ્યા બાદ આજે મનપા દ્વારા પાડતોડની કામગીરી શરુ કરવામાં આવી હતી.