Mysamachar.in-જામનગર:
જામનગરના ત્રણ લોકોને ધંધા માટે વધુ પૈસા આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અને યુ.પી.ના લખનઉ મુકામે બોલાવી અપહરણ કરનાર આરોપીઓ પૈકીના વધુ બે આરોપીઓને કાનપૂરથી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશના સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, ગત 28/11/2021 ના રોજ નેહાબેન જતીનભાઇ પઢીયાર સ્વામીનારાયણ નગર જામનગર વાળાએ જાહેર કરેલ તેમના પતી અને તેમના મિત્રો ઉતરપ્રદેશ ખાતે ફરવા માટે ગયેલ હતા ત્યારે ત્યાના કોઇ ઇસમએ તેમનુ અપહરણ કરીને ગોંધી રાખેલ હોય અને જાનથી મારી નાંખવાની ધમકી આપી વારંવાર તેઓની પાસે રૂપિયા ખંડણીની માંગણી કરે છે જે હકિકત પરથી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામા આવેલ હતો
ફરીયાદી જયારે ફરીયાદ કરવા આવેલ હતા ત્યારે તેઓ ખુબ જ ગભરાઇ ગયેલ હતા અને જો ભગવાન ચાચાને પૈસા આપવામા નહી આવે તો તેઓ ભોગ બનનારને મારી નાખશે તેવો તેમને પૂરતો ભય હોય જે પરિસ્થિતીને સમજી અને કેસની ગંભીરતા ધ્યાને લઇ જે-તે સમયના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે એલ ગાધેએ આ માહીતી મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને જાણ કરી તેમની સુચનાથી માહીતી ગુપ્ત રાખી સીટી બી પોલીસ સ્ટેશનની એક ટીમ ઉતરપ્રદેશના કાનપૂર મુકામે રવાના થઇ 24 કલાકમા ભોગ બનનારને આરોપીઓના ચુંગાલમાથી બચાવી લાવેલ તથા એક આરોપીને પકડી પાડી જેલ હવાલે કરેલ હતો અને અન્ય સહ આરોપીઓ પકડવાના બાકી હતા
આ ગુન્હાના પકડવા પર બાકી આરોપીઓ મહેન્દ્રકુમાર ઉર્ફે ફૌજી રામસ્નેહી કટીયાર રહે,હીમાવપૂર તથા રાજપૂર તા,સિકદારા જી,કાનપૂર ઉતરપ્રદેશ તથા રાજેશ ઉર્ફે પટ્ટુ બ્રીઝેસભાઇ પાંડેય રહે,દમણપૂર તા,સિકદારા જી,કાનપૂર ઉતરપ્રદેશ હાલ કાનપૂરવાળાઓના લોકેશનો હાલમા પોતાના વતનના આવતા હોય અને આ આરોપીઓ ત્યા હોવા અંગેની ખરાઇ કરતા આ આરોપીઓ પોતાના રહેણાંકે હોવા અંગેની ગુપ્ત માહીતી મળેલ હતી જેથી જામનગર ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક નિતેશ પાંડેયની સુચનાથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયેના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ, એ.બી.સપીયા તથા પોલીસ કોન્સ અશ્વીન દાનાભાઇ સુર તથા પોલીસ કોન્સ ધર્મેન્દ્રસીંહ નટુભા જાડેજાને આરોપીઓને પકડવા માટે કાનપૂર મુકામે જવા રવાના કરેલ હતા અને પોલીસ સ્ટેશન ખાતેથી ટેકનીકલી મદદ મેળવી આરોપીઓના લોકેશન મેળવી પકડવા માટે વર્ક આઉટ કરી અપહરણ તેમજ ખંડણીના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓને તેમના રહેણાંક ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે, ઝડપાયેલ મહેન્દ્રકુમાર ઉર્ફે ફૌજી રામસ્નેહી કટીયાર અને રાજેશ ઉર્ફે પટ્ટ બ્રીઝેસભાઇ પાંડેય આ ઝડપાયેલા બન્ને આરોપીઓ પોતાના વિસ્તારના બાહુબલી કહેવાતા હોય અને સ્થાનિક લેવલે પોતાનુ વર્ચસ્વ હોય અને આ આરોપીઓનો મુખ્ય ધંધો નાણા આપવાનો હોવાનુ જાણવા મળેલ છે.