જી.પંચાયત ઉપપ્રમુખની પાણી છોડવા માંગ સિંચાઇ વિભાગ કહે ન છૂટે પાણી

પાણી છે તે પીવા માટે આનામત છે

જી.પંચાયત ઉપપ્રમુખની પાણી છોડવા માંગ સિંચાઇ વિભાગ કહે ન છૂટે પાણી

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં ઉંડ-૧ ડેમમાથી સીંચાઈ માટે પાણી છોડવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારે સિંચાઇ વિભાગ સિંચાઇ માટે પાણી આપી શકે તેમ નથી આવી પરિસ્થિતી વચ્ચે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈએ સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ભારે વિવાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે,

જામનગર જીલ્લામાં અપુરતા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક ઉપર જોખમ ઊભું થયું છે અને વરસાદ દિવસે ને દિવસે ખેચાતો જતો હોય,પાક બચાવવા માટે ડેમમાથી સિંચાઇ માટે પાણી મેળવવા સિવાય બીજો કોય વિકલ્પ નથી ત્યારે જામનગર તાલુકો,ધ્રોલ જોડિયા તાલુકાનાં ગામોમાં ઊભો પાક બચાવવા ઉંડ-૧ ડેમમાથી સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ ચીમકી આપી છે,

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુને પત્ર લખીને જણાવ્યુ છે કે,માનસર પાસે આવેલ ઉંડ-૧ ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ધ્રોલ તાલુકાનાં ગામો જેવા કે જાલીયામાનસર,ખીજડીયા,હમાપર,રોહીયા,સોયલ,નથુવડલા,મજોઠ, જામનગર તાલુકાનાં ખંભાલીડા નાનોવાસ,મોટોવાસ,તમાચણ,જામવંથલી,લાખાણી,રવાણી,ખીજડીયા,રણજીતપર,ધ્રાંગડા,ફ્લ્લા,જોડી યા તાલુકાનાં નેશડા,વાવડી,બેરજા,લીંબુડા,કુન્નડ,હડિયાણા ગામોમાં અપૂરતા વરસાદના કારણે ઊભા પાકમાં જોખમ ઊભું થયેલ છે,

ઉંડ-૧ ડેમમાથી પાણી છોડવાની મંજૂરી આપવામાં આવે તો ખેડૂતો જરૂરી પૈસા ભરવા પણ સહમત છે,અને ઉંડ-૧ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ પણ છે ત્યારે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવા કૃષિમંત્રી ઉપરાંત સિંચાઇમંત્રી પરબતભાઇ,સાંસદ પૂનમબેન માડમ,ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવવીયા,તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે,

આમ,હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ડેમના પાણી ઉપર આધાર રાખીને બેઠેલ હોય,જો ઉંડ-૧ કમાન્ડ વિસ્તારના ખેડૂતોનો ઊભો પાક બચાવવા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તા.૨૦/૯/૧૮ના રોજ થી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલનની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇએ ચીમકી આપી છે,

સિંચાઇ વિભાગના નાયબ ઈજનેરનું શું છે કહેવું

ઉંડ-૧ સિંચાઇ વિભાગના નાયબ ઇજનેર ભોજાણીએ જણાવ્યુ હતુ કે,ખેડૂતોની સિંચાઇ માટે પાણી છોડવાની રજૂઆત મળેલ છે,પરંતુ સિંચાઇ માટે ઉંડ-૧ ડેમમાથી પાણી આપી શકાય તેમ નથી અને જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં પીવાના પાણી માટે ઉંડ-૧ ડેમમાં પાણીનો જથ્થો અનામત રાખવામા આવેલ છે.