દીપક મને અલગ-અલગ હોટલમાં લઇ જતો અને મરજી વિરુદ્ધ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો રહ્યો...

બ્યુટીપાર્લર ના કલાસ કરતી યુવતિએ ફરિયાદ નોંધાવી

દીપક મને અલગ-અલગ હોટલમાં લઇ જતો અને મરજી વિરુદ્ધ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો રહ્યો...
symbolic image

Mysamachar.in-રાજકોટ

દિવસે ને દિવસે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, અને તેમાં પણ લગ્નની લાલચે દુષ્કર્મ આચરવાના અલગ અલગ જિલ્લાઓમાં કિસ્સાઓ સામે આવતા રહે છે, આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં ભાવનગર પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લર ના કલાસ કરતી યુવતિએ ફરિયાદ નોંધાવી છે કે તેણી બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના કલાસમાં જતી હતી. તે સમયે દીપક નામના યુવકનો સંપર્ક થતાં મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. જે બાદમાં મેસેજથી વાતચીત થતી અને સબંધો ગાઢ બનવા લાગતા બંને એકબીજાની મિલન મુલાકાતો પણ થતી હતી, આ મિલન મુલાકાતો દરમિયાન દીપકે યુવતીને જણાવ્યુ હતુ કે મારા લગ્ન થઇ ગયા છે, છતાં હું તારી સાથે પણ લગ્ન કરી લઇશ. આ વાત થયા બાદ યુવતી આ યુવકને અવાર નવાર મળતી રહેતી હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે, "2019ના માર્ચ મહિનામાં પહેલી વખત દીપક મને હોટલમાં લઇ ગયો હતો.

અહીં તેણીએ ના પાડી છતાં લગ્ન કરી લેવાની વાત કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. જે બાદ અલગ અલગ હોટલમાં લઇ જતો હતો અને પોતાની ના હોવા છતાં પણ તે લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો હતો." જાન્યુઆરી-2020માં યુવતી પોતે પ્રેગેનન્ટ થઇ જતાં તેણીએ આ અંગે દીપકને વાત કરતા તેણે યુવતીને કહ્યું હતું કે, હવે થોડા સમયમાં જ લગ્ન કરી લઇશું. ત્યાર બાદ તેણે ફોન બંધ કરી નવો મોબાઇલ નંબર મને આપ્યો હતો. તેના પર હું મેસેજ કરતી હતી. જે બાદ દીપક મને જસદણ કોઇ ડૉક્ટરને ત્યાં લઇ ગયો હતો તેની પાસે સોનોગ્રાફી કરાવતાં છ માસનો ગર્ભ હોવાની ખબર પડી હતી. આ સમયે પણ દીપકે થોડા જ દિવસોમાં લગ્ન કરી લેવાની વાત કરી હતી. જોકે, સમગ્ર વાતની મારા ઘરે ખબર પડી જતાં મને કાઢી મૂકી હતી. જે બાદથી હું અલગ અલગ જગ્યાએ રહું છું." આ મામલે હવે યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચી છે અને યુવક વિરુદ્ધ ફરિયાદ કરી છે.