નોબત પરિવારના રોનક માધવાણીની દુ:ખદ વિદાય

નોબત પરિવારના રોનક માધવાણીની દુ:ખદ વિદાય

mysamachar.in-જામનગર:

જામનગરના અગ્રણીય નોબત સાંધ્ય દૈનિકના માલિક માધવાણી પરિવારના રોનક કિરણભાઈ માધવાણી (ઉ.વ.૪૦)નું આજરોજ અવસાન થયું છે,તેઓ બીમાર પડતાં રાજકોટ ખાનગી હોસ્પીટલમાં છેલ્લા ૨૦ દિવસથી સારવાર લઈ રહ્યા હતા.પરંતુ,સારવાર કારગત ન નિવડતા આજે વહેલી સવારે દુ:ખદ નિધન થયું છે.ત્યારે માધવાણી પરિવારમાં તેમજ સમગ્ર જામનગરના અખબારી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સદગતની અંતિમયાત્રા આજે નોબત ભવન ખાતેથી સાંજના ૬ કલાકે નીકળશે.