અજાણ્યા યુવકના મોતને મામલે થઇ શકે છે મોટા ખુલાસાઓ 

ખીરી ગામ નજીકનો હતો બનાવ 

અજાણ્યા યુવકના મોતને મામલે થઇ શકે છે મોટા ખુલાસાઓ 

Mysamachar.in:જામનગર:

જામનગર જીલ્લાના જોડિયાના ખીરીથી બાલાચડી તરફ જતા રસ્તા પરથી થોડા દિવસો પૂર્વે એક ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો, અને તેના શરીરના માથાના, છાતીના તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓના નિશાનો પણ જોવા મળેલ હતા, અને સારવાર દરમિયાન ગત ૨૭ તારીખના રોજ થયેલ ગંભીર ઇજાઓથી મોત થયાનું જાહેર થયું હતું, પણ આ યુવકનું મોત કુદરતી નહિ પણ હત્યા હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી, અને ખાસ તો સ્થાનિક ગુન્હા શોધક શાખા પણ આ કેસની તપાસ કરી રહી હોય પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતદેહની ઓળખ થઇ ચુકી હોવા સાથે કાલાવડ તરફના આરોપીઓ પણ પોલીસને હાથવેતમાં હોય આગામી થોડા કલાકોમાં જ ખીરી ગામ નજીકથી મળી આવેલ આ અજાણ્યા પુરુષના મોત અંગે મોટા ખુલાસાઓ પણ થઇ શકે તેમ છે.જાણવા એવું પણ મળે છે કે આ સોપારી કિલિંગ પણ હોય શકે છે.