2 બાળકોના મોત, તમારા ઘરમાં પણ સ્લાઈડર કબાટ હોય તો આ ઘટના વાંચી લેજો 

બાળકોને બધી જગ્યાએ શોધ્યા પણ મળ્યા નહિને અંતે....

2 બાળકોના મોત, તમારા ઘરમાં પણ સ્લાઈડર કબાટ હોય તો આ ઘટના વાંચી લેજો 

Mysamachar.in-મહેસાણા:

જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તમારા ઘરમાં સ્લાઈડર કબાટ હોય તો આ ઘટના તમારા માટે સંપૂર્ણ વાંચવી એટલા માટે જરૂરી છે કેમ કે મહેસાણામાં રમતા રમતા બે બાળકો આવા કબાટમાં સંતાયા અને બંને બાળકોનો જીવ જતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ થઇ છે, મહેસાણા જીલ્લાના વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે હર્ષિલ અને સોહન રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે સાંજે 6-30 કલાકે એક મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

જે બાદ તેમને તાત્કાલિક ઊંઝા હોસ્પિટલમાં લઇ જતા તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બંનેનું વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું હતું. તેમજ મૃતકના પિતા દિનેશભાઇ પટેલના નિવેદન આધારે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી છે.સ્લાઇડર વાળા કબાટમાં સંતાયા બાદ કબાટ ખુલ્યું નહી, કબાટનો દરવાજો નહી ખુલતાં ઓકસીજન મળ્યો નહિ. વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરીને કરાઇ અંતિમ વિધિ. પોલીસે અસ્કમાતે મોતની નોધ કરી તપાસ હાથ ધરી હતી.