જામનગરમાં 2 બાળકોના ઝેરી તાવથી મોત, વિસ્તારમાં ચિંતાનું મોજું

પરિવાર પર આભ ફાટ્યું, તો તબીબો કામે લાગ્યા

જામનગરમાં 2 બાળકોના ઝેરી તાવથી મોત, વિસ્તારમાં ચિંતાનું મોજું
મૃતક નો ફાઈલ ફોટો

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના મહેશ્વરીનગરમાં વસવાટ કરતા બે સગાભાઈઓના ઝેરી તાવની બીમારી એક બાદ એક એમ બન્ને  બાળકોના મોત થતા તબીબો દ્વારા આ મામલે ઝીણવટપુર્વેકની તપાસ કરાઈ રહી છે, એક જ પરિવારના બે સગા ભાઈના માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝેરી તાવના કારણે મૃત્યુ થયાનું બહાર આવતા મહેશ્વરીનગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે, માત્ર બે વર્ષના માસુમ બાળકને તાવ આવ્યા બાદ તા. 21ના રોજ તેનું મૃત્યુ નિપજયું હતું અને પરિવારમાં હજુ શોકનું વાતાવરણ હતું ત્યા જ મોતને ભેટનાર 10 વર્ષનો બીજો ભાઇ પણ ગઇકાલે ઝેરી તાવના કારણે મૃત્યુ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે,

પ્રથમ બે વર્ષના આર્યન પ્રકાશભાઈ વિઝોડાને તાવ આવ્યા બાદ જામનગર ની જી.જી. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં તા. 21 ના રોજ તેનું મૃત્યુ થયા બાદ  જે બાદ 10 વર્ષના મોટા પુત્ર ધનરાજ પ્રકાશભાઇ વિંજોડાને પણ તાવ આવતા તેને પણ જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ગઇકાલે તેનું મૃત્યુ થયું હતું આ મામલે જામનગર જી.જી. હોસ્પીટલના પીડીયાટ્રીક વિભાગના વડા ડો.ભદ્રેશ વ્યાસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે બન્ને બાળકોને અમારા વિભાગ દ્વારા આપવી જોઈતી તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે પણ આ દુખદ ઘટના ઘટી તેનું અમને પણ દુખ છે, આ વિસ્તારમાં પાણી જન્ય રોગ ફેલાઈ રહ્યો હોય તેના કારણે આવું બન્યું હોય શકે છે, જો કે તે તપાસનો વિષય છે, વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં હજુ પણ ત્રણ ચાર બાળકોને તાવ આવતા હોય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.