જી.જી. કોવિડ હોસ્પીટલમા સ્ટાફે ઓક્સીજન બંધ કરતા દર્દીના મોતના આક્ષેપ વચ્ચે પોકળ ખૂલાસા કરતા ડીન ડો.દેસાઈ

અનેક સવાલો ઉઠ્યા છે નંદીનીબેન....ટ્રીટમેન્ટ પ્રોસીજર-અપડેટ- રિપોર્ટ રજુ કરો....મોત કેમ થયુ??

જી.જી. કોવિડ હોસ્પીટલમા સ્ટાફે ઓક્સીજન બંધ કરતા દર્દીના મોતના આક્ષેપ વચ્ચે પોકળ ખૂલાસા કરતા ડીન ડો.દેસાઈ

Mysamachar.in-જામનગર

જામનગરની જીજી કોવિડ હોસ્પીટલમા એક દર્દીનુ ઓક્સીજન સ્ટાફ દ્વારા કોઈની સુચનાથી બંધ કરી દેવામાં આવતા કરૂણ મૃત્યુ થયુ તેનો મલાજો જાળવવો અને સાચો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તેમજ મૃત્યુનો રિપોર્ટ રજુ કરવાના બદલે પોકળ બચાવની ભૂમિકામા આવેલા ડીન ડો.નંદીનીબેન ભેખડે ભરાશે કે કેમ તેવા સવાલ સમગ્ર કેસ સ્ટડી પરથી ઉભો થયો છે માટે આ રાજ્ય સ્તરીય તપાસ પ્રકારના પ્રકરણ ઉપર ધુળ વાળવાના પ્રયાસ થાય છે તેના બદલે દરેક બાબતના હજુય નિવેદનો લઇ દુધનુ દુધ પાણીનુ પાણી કરી હોસ્પીટલની ઇમેજ બચાવો નંદીનીબહેન.......તેમ પોકારો ઉઠ્યા છે કેમકે ઘાંઘા થયેલા ડીનનો પોપલો ખુલાસો કરવાના કારસામા પણ અનેક સવાલ સમગ્ર બેદરકારી તરફ તો નથી આંગળી ચીંધતાને તે ઉચ્ચકક્ષાની કમીટીની સમીક્ષાજનક તપાસનો વિષય છે,

વ્યુઅર્સ જેમ જાણે છે તેમ જામનગર જી.જી હોસપીટલ કોવીડ બી બિલ્ડિંગમાં મોરબીના એક દર્દી સારવાર લઇ રહ્યા હતા તેમનું ઓક્સિજન પણ ચાલુ હતું અને તેની સાથે તેના પત્ની પણ ત્યાં ઉપસ્થિત હતા તો અન્ય પરિવારજનો હોસ્પિટલ નીચે હતા દરમિયાન ઘટના કેવી બની કે ફરજ ઉપરના ડોક્ટર કિંજલના કહેવાથી શીખાઉ સ્ટાફ દ્વારા મોરબીના આ દર્દીનું ઓક્સિજન માસ્ક કાઢી લેવામાં આવ્યું હતુ  અને આ જોઇ પેશન્ટના પત્નીએ  હાજર  સ્ટાફને વિનંતી કરી હતી કે મારા પતિને ઓક્સિજનની જરૂર છે. તમે ના કાઢો આટલી કાકલુદી છતાં સ્ટાફના માંન્યો અને અંતે દર્દીનુ કરૂણ અને કમકમાટીભર્યુ મોત થયું (ટેકનીકલ કારણ જે હોય પરિવારનો આ આક્ષેપ છે તે બાબત ગંભીરતાથી લેવી ઘટે છે અને પ્રાથમીક સઘન તપાસની સુચક પણ છે તેમ હવે નિષ્ણાંતો પણ માને છે ) કેમકે સમગ્ર ગંભીરતાના આધાર સમાન એક વિડીયો છે જેમાં સમર્થન મળે છે તે બાબત એ છે કે આ વિડીયોમાં રેસીડેન્ટ તબીબ સહીતનો સ્ટાફ ખુદ કબુલ કરે છે ડોક્ટર કિંજલના કહેવાથી અમે ઓક્સીઝ્ન સપ્લાય બંધ કરી હતી.....!!!!??

જાણવા મળતી વિગતો પ્રમાણે 17 દિવસ પૂર્વે મોરબી જીલ્લાના છગનભાઈ ચારોલા નામના એક દર્દી અહી દાખલ થયા હતા, અને તેમની કોવીડ B બિલ્ડીંગમાં આવેલ 5 માં માળે સારવાર ચાલી રહી હતી, દરમિયાન આ કરૂણ બનાવ બન્યો હતો, દરમ્યાન દેખીતુ જ છે તેમ આ દર્દીનું મોત નીપજતા  ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને મૃતકના પુત્ર દ્વારા પોતાના ફેસબુક આઈડી પર આ સમગ્ર ઘટના લાઈવ કરવામાં આવી હતી જેને લાખો લોકોએ નિહાળી હતી અને મામલો છે રાજ્ય કક્ષાએ પહોંચતા ગઈકાલે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદીની દેસાઈની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતુ કે આ  મામલે અમને કોઈ સતાવાર ફરિયાદ મળી નથી.

-ઠોસ મુદા વગરની ડીનની  વાતો- ખુલાસાઓ  અને ભૂમિકાઓ  સામે હવે ઉઠ્યા છે વેધક સવાલો?

દરમ્યાન સમગ્ર અતિશય રહસ્યમય અને માનવજીંદગી હોમાઇ તેવા અતિશય ગંભીર મામલે ગત મંગળવારના આ બનાવ બાદ બચાવ માટે હોસ્પીટલ તંત્ર દ્વારા ચોક્કસ સ્ક્રીપ્ટ ઘડવામાં આવી રહી હોય તેમ બીજા દિવસે બુધવારે  કોણ જાણે શું થયું કે અચાનક 24 કલાક બાદ (મીડિયા મિત્રો નહીં કારણ કે સવાલ જવાબ થાય એ નહોતું કરવું માટે) માત્ર માહિતી ખાતાને પોતાની ચેમ્બરમાં બોલાવી અને ડીન ડોક્ટર નંદીની દેસાઈએ આ મામલે ખુલાસા કરવાની ફરજ પડી હવે જો મેડમ તમારા કહેવા મુજબ તમને કોઈ ફરિયાદ નથી મળી તો પછી આજે ખુલાસો કરવા અને દર્દીના સંબંધીઓ પર દોષનો ટોપલો ઢોળવા શા માટે ખુલાસા કરવાની ફરજ પડી ??

તેમજ મેડમ નંદીની ખુદ કબુલ કરતા બોલ્યા કે ગઈકાલે કોવીડમાં જે બનાવ બન્યો તેનો વિડીયો મીડિયામાં વાઈરલ થઇ ચુક્યો છે, સમાજમાં માનસિકતા ફિક્સ થઇ ગઈ છે કે જેટલું ઓક્સીઝ્ન વધુ આપશું એટલા ઝડપથી દર્દીઓ સાજા થશે પણ આવું નથી હોતું દર્દીને જરૂરિયાત મુજબનું વધુ ઓછું ઓક્સીઝ્ન આપવામાં આવતું હોય છે, અને ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફની ગેરહાજરીમાં દર્દીના સગાઓ આ તકનો લાભ લઈને દર્દીનું ઓક્સીઝ્ન વધારી દે છે અને જેને કારણે કોવીડ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ અસર જોવા મળે છે,

અમારો પ્રયાસ છે કે દર્દીના સગાને દુર કરી અને એટેન્ડન્સ રાખવામાં આવે પણ અટેન્ડનસ મળતા નથી સમગ્ર ઘટના જોતા એવું લાગે છે કે અમારી ઉભી કરેલ વ્યવસ્થામાં દર્દીના સગાઓ દ્વારા સેવાઓ પુરતી બજાવવામાં હસ્તેક્ષેપ્ થઇ રયો છે, અને આ કિસ્સામાં પણ આવું જ થયું છે, અને દર્દીના સગાએ જેમ ફાવે તેમ વર્તન કર્યું છે તેમ આ ખુલાસામા જણાવ્યુ હતુ ત્યારે બીજી તરફ ફરી સવાલ ઉઠ્યો કે  અરે અમારા નંદીનીબેન તમે તો કહેતા હતા કે આવી કોઈ ફરિયાદ જ નથી મળી તો પછી શું કામ સરકારી પ્રસારણ કરી બચાવ કરવાની જરૂર પડી છે??અને હા જો દર્દીના સગાએ ખરાબ વર્તુણક કરી તો તમે  ફરજમાં રૂકાવટની ફરિયાદ શા માટે દાખલ ના કરી  કે કરાવી?? તેમ જાણકારો પુછે છે.

****ડીન નંદીનીબેન તમને સીધા સવાલો......જવાબ આપો......

-જો દર્દીના સગાઓના કારણે ટ્રીટમેન્ટ  ડીસ્ટર્બ થાય છે તો અત્યાર સુધીમાં તે માટેના પગલા કેટલા લીધા ?? ટ્રીટમેન્ટ સફર થાય તે કેમ ચલાવી લો છો??

-જો આ કેસમાં ટ્રીટમેન્ટ ખરેખર  પ્રોપર જ હતી તો ખુલાસો કરવામા 24 કલાક જેટલો સમય મૃત્યુ જેવા ગંભીર કેસમા  કેમ લીધા??

-મૃત્યુની અને તેના કારણની ચોખ્ખી વાતના બદલે બચાવની ભુમિકામા તમે કેમ આવ્યા??

-પેશન્ટના સગા સારવારમા નડે છે તો સરકારી હોસ્પીટલ છે ફરજ રૂકાવટની ફરિયાદ કરો કેમકે આ વાત કોણ માનશે કે સ્વજનની સારવારમા કોઇ વિધ્ન કરી શકે??

-બીજી તરફ ઓક્સીજન બંધ કરવાની સુચના શા માટે અપાઇ (પેલુ પેશન્ટના સગા વધારી દે છે તે નહી પણ સાચુ કારણ આપો 02 બંધ કરવા કીધુ તુ?? તો શા માટે?? ફાઇલમા લખ્યુ છે?? અને

-શીખાઉ દ્વારા ઓક્સીજન સાવ બંધ થયો તો ઓછો કરવાનો હતો કે બંધ?? ચોખવટ કરો નંદીની બેન

-આ બધી ચોખવટ ન કરવાને બદલે નંદિનીબેન આડા માર્ગે જવાથી જે કઇ સાચુ બન્યુ હશે તે કેમ છુપાવશો??

-ઘાંઘા થયેલા ડીન સાહેબ આપનો આ  પોપલો ખુલાસો કરવાના કારસામાથી જ અનેક સવાલ નથી ઉઠતા??

-ફરિયાદ આવે તો પગલા કે તપાસ થાય તેમ કહેનાર તમે નંદીનીબેન બીજા દિવસે  ફરિયાદ વગર લાંબો લચક ખુલાસો કરવાની તેમાંય ગોળ ગોળ વાત કરવાની સેઇફ પ્લેયડ પોઝીશનમા તમે કેમ આવી ગયા??

-ઉચ્ચસ્તરીય તપાસની જરૂર

સમગ્ર મામલો સામાન્ય નથી એક જીવ ગયો છે એક સ્નેહી પરિવાર ગયા તેમના સ્વજનનો કલ્પાંત અકળાવનાર કાળજુ કંપાવનાર હતો  તો તેની મર્યાદા જાળવીને ઉચ્ચ સ્તરીય તપાસની જરૂર હોવા ઉપર નિષ્ણાંતોનો મત છે કેમકે કોઇ જવાબદાર માત્ર એટલુ કહી દે કે સ્વજનોના કારણે દર્દીની ટ્રીટમેન્ટ સરખી રીતે ન થાય તે પણ મૃત્યુ જેવી ગંભીર ઘટનાના 24 કલાકો બાદ આવુ પોકળ કહેવાય અને ખુલાસાઓ થાય કે ઓક્સીજન કે સ્ટાફની માનવીય ભુલથી નહી પરંતુ બિમારીઓથી મૃત્યુ થયુ છે જેમા ઓક્સીજન આપવાની પ્રોસીજર કે ગાઇડલાઇન કે પ્રોટોકોલ એક ડોક્ટર એવા ડીન સ્પષ્ટ નથી કરી શક્યા માટે સઘન તપાસ કરવાની તેમજ તાત્કાલીક નિવેદન લેવાની અને ડેથ રિપોર્ટ તેમજ ઘટના રિપોર્ટ બનાવી જાહેર કરવાની જરૂર છે.