જામનગર જીલ્લાના યુવકની રાજકોટ નજીક બસમાંથી મળી લાશ, હત્યાની પ્રબળ આશંકા 

પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં શરુ કરવામાં આવી તપાસ 

જામનગર જીલ્લાના યુવકની રાજકોટ નજીક બસમાંથી મળી લાશ, હત્યાની પ્રબળ આશંકા 

Mysamachar.in-રાજકોટ:

રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા મુસાફરે નીચે ઉતરતી વખતે લોહી નિહાળી બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. જે બાદ F-3 માં સવાર મુસાફર મૃત હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં બસ સુરતથી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. સીટ નંબર F-3માં જામનગરના ભોજાબેડી ગામના વતની મૃતક પ્રવીણ વાઘેલા (ઉ.વ.34) સવાર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવે પોલીસ દ્વારા અને બસમાં રહેલા CCTV ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર બસ ઉભી રહી તે જગ્યા પરના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.પ્રાથમિક દૃષ્ટિએ ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા જોવામાં આવી રહી છે. બ્લેડ જેવા કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.જો કે મામલે પોલીસ ઊંડાણપૂર્વક અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે.