ભાભીને સગા દિયર સાથે થઇ ગયો પ્રેમ, અને પછી...

આડા સબંધોનું લોહિયાળ પરિણામ

ભાભીને સગા દિયર સાથે થઇ ગયો પ્રેમ, અને પછી...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મોરબીઃ

મોરબીના હળવદના માથક ગામે એરંડાના પાકમાંથી મળેલી હત્યા કરાયેલી લાશનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ હત્યા બીજા કોઇએ નહીં પરંતુ મૃતકની પત્ની અને સગા ભાઇએ કરી હોવાનું ખુલ્યું છે. માથક ગામે ભરતભાઈ મકવાણાની વાડીએ ખેત મજૂરી માટે એક આદિવાસી પરિવાર રહેતો હતો, આ પરિવારમાં પતિ ગુજરિયા, પત્ની દક્ષા અને દિયર રોહન રહેતાં હતા, જેમાં ગુજરિયા દરરોજ દારૂ પીને દક્ષા સાથે મારકૂટ કરતો, આ દરમિયાન રોહન વચ્ચે પડી દક્ષાને બચાવતો અને ભાઇ ગુજરિયાને સમજાવતો હતો. જેથી ભાભી અને દિયર વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ દરમિયાન દક્ષા અને રોહન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આથી પ્રેમમાં આડખીલી બનેલા ગુજરિયાનો કાંટો કાઢવાનો પ્લાન બનાવ્યો. એક દિવસ દિયર-ભાભીએ મળીને ગુજરિયાની હત્યા કરી ખેતરમાં જ દાટી દીધો અને બાદમાં બંને એવી રીતે રહેવા લાગ્યા જાણે કશુ જ બન્યું જ ન હોય. એક દિવસ વાડી માલિકે દક્ષાને પુછ્યું કે તારો પતિ ગુજરિયા ક્યાં ગયો તો જવાબમાં દક્ષાએ કહ્યું કે કહ્યા વગર ક્યાંય ચાલ્યા ગયા છે. ત્યારબાદ ચાર-પાંચ દિવસ વીતી ગયા હોવા છતા ગુજરિયા ન દેખાતા વાડી માલિકે ફરી પુછ્યું તો દક્ષા ગોળગોળ જવાબ દેવા લાગી આ દરમિયાન કુતરાઓએ ખેતરમાં જમીન ખોદી તો અત્યંદ દુર્ગંધ આવવા લાગી જે અંગે વાડી માલિકે તુરંત પોલીસને જાણ કરી. પોલીસે ખાડો ખોદી તેમાં દાંટેલો ગુજરિયાનો મૃતદેહ બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો જ્યાં હત્યા થયાનું બહાર આવ્યું. જો કે શંકાના આધારે પોલીસે દિયર-ભાભીની અટકાયત કરી પુછપરછ કરી તો હકિકત સામે આવી ગઇ અને પ્રેમ સંબંધમાં જ ગુજરિયાની હત્યા કરી હોવાનું બંનેએ કબૂલ્યું હતું.