Mysamachar.in-જામનગર:
મોંઘીદાટ ગાડી હોય અને હાથમાં સ્ટેરીંગ આવી જાય પછી શું જોઈ…લીવર પર પગ મુકવાની જ વાર હોય…પછી ચાલીને કે બાઈક પર જતા લોકોનું ભલે ને જે થવું હોય તે થાય…જામનગરના વાલકેશ્વરી નગરી નજીક આજે સાંજના સુમારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં જામનગરના એક જાણીતા ઈલેક્ટ્રોનિક શોરૂમના સંચાલકની પુત્રીએ પુરપાટ ઝડપે કાર ચલાવી બાઈક સવારને ઉડાડી અને નજીક આવેલ બંગલામાં મોંઘીદાટ કાર અથડાવી દીધી હતી, ઈજાગ્રસ્ત ગંભીર હોય તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાશે કે પછી ઘી ના ઠામમાં ઘી પડી જશે તે જોવાનું છે.જાણવા એવું પણ મળી રહ્યું છે કે ભોગ બનનારની સ્થિતિ અતિ ગંભીર છે.જો કે પોતાની પુત્રીએ પરાક્રમ કર્યું છે તેની જાણ થતા પિતા પણ મારતા પગે ભોગ બનનારને સમજાવટ કરવા માટે હોસ્પિટલ ખાતે પહોચી ગયાનું સુત્રો જણાવે છે.હવે શું થાય છે તે જોવાનું છે.