ચંદ્રેશ પટેલના પૌત્રનો અકસ્માત,પુત્રવધુ એ વધુ એક વખત કર્યો આક્ષેપ..

અકસ્માત કે હુમલો તપાસ નો વિષય

ચંદ્રેશ પટેલના પૌત્રનો અકસ્માત,પુત્રવધુ એ વધુ એક વખત કર્યો આક્ષેપ..

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્રવધુનો વિવાદ જાણે સમવાનું નામ લેતો નથી,થોડા દિવસો પૂર્વે જ ચંદ્રેશ પટેલના પુત્રવધુ દિવ્યાબહેનએ જીલ્લાપોલીસવડાને પોતાને મારી નાખવાનું કાવતરું તેમના પતિ હિતેશ અને ચંદ્રેશ પટેલ સહિતના ચાર લોકો ઘડી રહ્યા હોવાની ફરિયાદ અરજી સાથે ઓડિયો ક્લીપ ના પુરાવાઓ પણ પોલીસને આપ્યા હતા,

એવામાં ગતરાત્રીના મિડીયાકર્મીઓ ના ફોન ફરી રણક્યા અને ચંદ્રેશ પટેલના પૌત્રનું અકસ્માત થયાનું બહાર આવતા જી.જી.હોસ્પિટલ ખાતે પહોચેલ મીડિયાની ટીમ સમક્ષ વધુ એક વખત ચંદ્રેશ પટેલની પુત્રવધુ દિવ્યાબહેન એ આક્ષેપો કરતાં જણાવ્યું કે દિવ્યાબહેન પોતે અને તેનો પુત્ર એક્ટીવા મા જઈ રહ્યા હતા ત્યારે અન્ય વાહનચાલકે આ માતાપુત્રને ઠોકર મારતા દિવ્યાબહેનના ૧૧ વર્ષીય પુત્રને સામાન્ય ઇજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે,

પણ દિવ્યાબહેનનો આક્ષેપ છે કે રણજીતનગર નજીક જે અકસ્માતની ઘટના બની છે તે તેમના પતિ હિતેશ અને સસરાના ઈશારે બની હોવાનો આક્ષેપ પણ તેકર્યો છે,તો વધુમાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે,