શેઠવડાળા ગામે એક જ ઇકોકારમાં બીજી વખત તોડફોડ

કોનું કારસ્તાન..?

શેઠવડાળા ગામે એક જ ઇકોકારમાં બીજી વખત તોડફોડ

Mysamachar.in-જામનગર

જામજોધપુરના શેઠવડાલા ગામે રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા નીખીલ ખાખરીયાની ઇકો ગાડીમાં છ માસમાં બીજી વખત કોઈએ તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે, મોડીરાત્રીના સમયે તેની કારના આગલા કાચ પર કોઈ ધોકા વડે તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું છે. આવું જ છ માસ પૂર્વે પણ બન્યું હતું જયારે આગળ અને પાછળ બન્ને કાચ તોડી નાખવામાં આવ્યા હતા, બનાવ અંગે નીખીલ ખાખરીયા દ્વારા શેઠવડાળા પોલીસને જાણ કરવામાં આવી છે.