અંગદાન મહાદાન જાગૃતિના સંદેશ સાથે આવતીકાલે મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા સાયકલોથોનનું આયોજન

Mysamachar.in-જામનગર:
મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ ચેનલ આગામી 3 જૂનના રોજ 'મંતવ્ય સાયકલોથોન' સવારે 6 વાગ્યે જામનગર સહિત રાજ્યભરના જિલ્લાઓમાં આયોજન કરવા જઈ રહ્યું છે... આ સાયકલોથોનનો મુખ્ય ઉદ્દેશ 'અંગદાન મહાદન' સમાજમાં અંગદાન માટે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે...ત્યારે વધુમાં વધુ લોકો આ સાયકલોથોનમાં જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે.
જામનગર મંતવ્ય સાયકલોથોન રૂટ...પ્રદર્શન ગ્રાઉન્ડથી પ્રસ્થાન... સાત રસ્તા સર્કલ થઈ શરૂ સેક્શન રોડ...સેવા સદન સુધી...જોગર્સ પાર્ક....ડિકેવી સર્કલ...જી.જી.હોસ્પિટલ...અંબર ચોકડી...ત્રણ બત્તી...બેડી ગેઇટ...રણજીત રોડ સજુબા સ્કૂલ...રતન બાઈ મસ્જિદ...ચાંદી બજાર...માંડવી ટાવર... સેન્ટ્રલ બેન્ક...હવાઈ ચોક...તળાવ પાળ...બાલા હનુમાન મંદિર...ખડપીઠ... સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી લાલ બંગલો સર્કલ ખાતે પૂર્ણ થશે.