ગ્રાહકે એવી વસ્તુ માગી કે વેઇટર 10 મિનિટ સુધી આવ્યો જ નહીં !

તમે પણ રેસ્ટોરન્ટમાં ન માગતા આ વસ્તુ !

ગ્રાહકે એવી વસ્તુ માગી કે વેઇટર 10 મિનિટ સુધી આવ્યો જ નહીં !
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો, ગ્રાહકે વેઇટર પાસે એવી વસ્તુની માગણી કરી કે વેઇટર 10 મિનિટ સુધી ફરક્યો જ નહીં. વાત એવી બની કે ગ્રાહકે વેઇટર પાસે ડુંગળી માગી હતી. ઘટના હાસ્યાસ્પદ બની પરંતુ તેના કારણે હાલની મોંઘવારીની ચિતાર મળે છે. તમને તો ખબર જ હશે કે હાલ ડુંગળીના ભાવ સફરજન કરતાં પણ વધુ છે. તો એક વેપારી તો ગ્રાહકોને એવું કહી બોલાવે છે કે કાજુ બદામના ભાવે ડુંગળી લઇ જાવ. સામાન્ય રીતે ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવતા હોય છે પરંતુ હાલ એવી સ્થિતિ સર્જાઇ છે કે ડુંગળી ખરીદતી વખતે આંખમાંથી પાણી આવી રહ્યું છે. ડુંગળીના ભાવ હાલ મોટા ભાગના શહેરમાં કિલોએ 100થી વધુ પહોંચી ગયા છે. મોંઘીદાટ બનેલી ડુંગળીને કારણે રેસ્ટોરન્ટ માલિકો સામેથી કહી રહ્યાં છે કે મહેરબાની કરીને સલાટમાં ડુંગળીની માગણી કરવી નહીં. જો કે ડુંગળીના ભાવની ફરિયાદ દરમિયાન રાજકોટના ગોંડલમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઇ છે જેના કારણે કહેવામાં આવી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં જ ડુંગળીના ભાવ ઘટી જશે.