પાણી પુરવઠાએ બોર, ડંકી, લાઇનોમા કરોડોના આંધણ કર્યા..

ભારે વરસાદ બાદ બધુ જ નિષ્ફળ

પાણી પુરવઠાએ બોર, ડંકી, લાઇનોમા કરોડોના આંધણ કર્યા..

Mysamachar.in-જામનગર:

જામનગર અને દ્વારકા જિલ્લામા પાણી પુરવઠાએ ચોમાસા દરમ્યાન જ્યારે નિયમીત વરસાદ થયો ન હતો, ત્યારે બોર-ડંકી-પાણી ની લાઇન માટે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ ભારે વરસાદ તો બધુ જ ફેલ ગયુ અને એક તરફ પુરતુ પાણી તો ન મળ્યુ ઉપરથી બધુ જ ફેલ જતા જનતાના નાણા વેડફાયા, જામનગર અને દ્વારકા જિલ્લાઓમા હજુ પુરતો વરસાદ થયો ન હતો તેવામા આખરી આધાર બોર માટે પાણી પુરવઠાએ રૂપીયાના પાણી કર્યા પરંતુ સો ટકા સફળ ન થયા અડ ધો અડધ તો ફેલ ગયા અને નિષ્ફળતા પાછળ પણ અડધા કરોડનુ પાણી કરી નાંખ્યુ. પરંતુ સફળ થયેલા  બોરમાંથી અનેક બોર તો ભારે વરસાદમા બુરાઇ ગયા છે,

ઉપરાંત બોર ઉપર મશીનરી રાખવા કે રીપેર કરવામા લાખો રુપિયાના ખર્ચ કર્યા તે તમામ મશીનરી હાલ તો બેહાલ થઇ ગઇ છે તેમ જાણકારો જણાવે છે, તેવો જ નાણાનો વ્યય ડંકી રિપેરીંગમા કર્યો પરંતુ અત્યારે એ ડંકીઓનો કોઇ ઉપયોગ નથી ઉપરથી વરસાદ પહેલા પણ એ ડંકીઓ ખાસ કંઇ આધાર બની ન હતી, તો વળી પાણીની લાઇન નાંખવામા રિપેરીંગ મા પમ્પીંગ સ્ટેશન રિપેરીંગમા વગેરે કામોમા કોણ જાણે કેટલા રૂપિયાનુ આંધણ થયુ તે દરેક ચોમાસા પહેલા થઇ ગયુ અને હવે એ ખર્ચ કંઇ ઉપયોગી થઇ રહ્યો નથી, તેવી જ રીતે ટેન્કરો અઢળક બતાવાયા પરંતુ તે દરેક દરરોજ નિયમીત અને પુરતા પ્રમાણમા લોકો સુધી પહોંચ્યા કે કેમ તે તપાસનો વિષય છે,

-જાગૃત નાગરિકો વિગત માંગે તો બધુ જ ખુલ્લુ પડે
સરકારી વિભાગો જે પ્રજાની સુવિધાઓના નામે જંગી નાણા ખર્ચે છે તે ન્યાયી છે કે વેડફાટ તેની સમીક્ષા જરૂરી છે કેમકે ઓડીટ કરવાનો સમય આવશે ત્યા સુધી જવાબદારો બદલી જશે કામો ધોવાઈ ગયા હશે મશીનરીઝના અસ્તિત્વ નહી હોય રેકર્ડ પણ પુરતુ નહી હોય તેમ જણાવી સરકારી ખર્ચના લેખા જોખા કરનારા નિષ્ણાંતોનુ માનવુ છે, ગત મે માસ થી ઓગષ્ટ સુધી પાણી માટેના ખર્ચ કામ તેની ગુણવતા મંજુરી હાલની સ્થિતિ સહિતની વિસ્તૃત અને  સંપુર્ણ વિગત પાણી  પુરવઠા, સુધરાઇઓ, વાસ્મો, પંચાયતો, મહાપાલિકા પાસેથી જાગૃત નાગરિકોએ માંગવી જોઇએ તેવો અભિપ્રાય પણ ઉમેર્યો છે.