Mysamachar.in-અમદાવાદ:
વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે માવઠાની અસર વર્તાઇ શકે છે. 05મી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં ખાસ તો માવઠાની શક્યતાઓ જોવાઈ રહી છે, 05મી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં આગામી 5મી જાન્યુઆરી બાદ વરસાદી સિસ્ટમ દૂર થતાંની સાથે જ રાજ્યમાં પુનઃ ઠંડીનું જોર વધશે. વાતાવરણમાં આવનાર પલટાથી કમોસમી વરસાદની શક્યતા બની છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 26% થી 50% વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.7 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવી સ્થિતિ બની શકે છે.