તાળુ તોડી ફ્લેટ પર કબજો કરી લેનાર રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ તળે ગુન્હો નોંધાયો 

કાલાવડના નીકાવા નજીક હોલીડે સિટીમાં આવેલ છે ફ્લેટ 

તાળુ તોડી ફ્લેટ પર કબજો કરી લેનાર રાજકોટના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ તળે ગુન્હો નોંધાયો 

Mysamachar.in-જામનગર:

રાજકોટમાં વસવાટ કરતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્રભાઇ ઉફે જીતુભાઇ કુવરજીભાઇ મારૂનો કાલાવડ તાલુકાના શીશાંગ ગામના રેવન્યુ સર્વે નં-151મા આવેલ “હોલી ડે સીટી” ના એ વીંગમા આવેલ ફ્લેટ નંબર એ/33 આવેલ ફ્લેટમાં આરોપી ખોડુભાઇ સામંતભાઇ મુંધવાએ ફરીયાદી જીતુભાઈને પુછ્યા વગર ફ્લેટના દરવાજે લગાવેલ તાળુ તોડી ફ્લેટમા ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડ્યા બાદ ફરિયાદી જીતુભાઈની માલીકીના ફ્લેટ નંબર એ/33 મા પી.ઓ.પી. તથા કલર કામ કરી પોતાનો સર સામાન નાખી ફ્લેટનો ઉપયોગ કરવા લાગેલા અને ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો.

આ બાબતે ફરીયાદી જીતુભાઈએ આરોપીને ફ્લેટ ખાલી કરવા બાબતે કહેવા જતા ખોડુ મુંધવાએ  ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી ફરીયાદી જીતુભાઈએ જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને ફ્લેટના ગેરકાયદેસર કબ્જા બાબતે અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતી જામનગરને અરજી તપાસ કરી પુરાવાઓ એકત્ર કરેલ, જે બાદ આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાલાવડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા DYSP કુણાલ દેસાઈ આગળની તપાસ કરી રહ્યા છે.