ખેતરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રમાડતા હતા ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપાયું

રશિયાના લોકોને આ રીતે છેતરવામાં આવતા હતા 

ખેતરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રમાડતા હતા ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપાયું

Mysamachar.in-મહેસાણા

મહેસાણાના મોલિપૂર ગામહેસાણાzમના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ મામલે પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 15 દિવસથી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.

મહેસાણા જિલ્લામાં એક મેચના સટ્ટાની અનોખી ઘટના સામે આવી છે. જેમાં મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં ગામડાઓના ખિલાડીઓને રૂપિયા આપીને મેચ રમાડવામાં આવતી હતી. આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો. આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. જેની જાણ મહેસાણા એસઓજીની ટીમને થતા આ ગુનો ડિટેક્ટ કર્યો છે. એસઓજીની ટીમે આ મામલે 4 ઓરોપીને ઝડપી પાડ્યાં છે.મહેસાણા જિલ્લામાં આવેલા મોલીપુર ખાતે ગામડાના લોકલ ખિલાડીઓને રૂપિયાની લાલચ આપી મોલીપુરનો દાવડા શોએબ પોતાના આર્થિક ફાયદા માટે ખેતરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી કેમેરા ગોઠવી ક્રિકેટ મેચનું આયોજન કર્યુ હતું. તેમજ આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી રશિયામાં સટ્ટો રમાડતો હતો.

મહેસાણામાં લોકલ ખેલાડીઓને ક્રિકેટ રમાડી રશિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરી છેતરપિંડી આચરી હતી. આરોપી દાવડા શોએબે ધરોઈ કેનાલની નજીક આવેલા ગુલામભાઈ મસીનું ખેતર ભાડેથી રાખી તે ખેતરમાં ગામડાના મજૂરી કરતા અને ક્રિકેટ રમતા કુલ 21 ખેલાડીઓને એક દિવસના 400 રૂપિયાની લાલચ આપી મેચ રમાડતો હતો. મેચનું લાઈવ પ્રસારણ માટે કેમેરા તેમજ એલઈડી લાઈટો પણ ગોઠવી હતી. જોકે, આ સમગ્ર મેચ બનાવટી અને ફિક્સિંગ મેચ હતી. જેમાં રશિયાથી એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો. રશિયાના લોકો આ મેચને મોટી મેચ માની સટ્ટો લગાવતા હતા. જે બાદ રશિયામાં રહેલો શખ્સ જે પ્રમાણે કહેતો તે પ્રમાણે મેચનું પરિણામ આવતું હતું. રશિયામાં રહેલો શખ્સ આઉટ થવાનું કહેતો તો અહિં રમી રહેલો ખેલાડી આઉટ થઈ જતો હતો. આમ સર્પુણ મેચ ફિક્સ કરેલી હતી અને રશિયાના લોકોને છેતરવામાં આવી રહ્યા હતા.

આ સમગ્ર મેચને યુ ટ્યુબ પર લાઈવ બતાવવામાં આવતી હતી, પરંતું લાઈવ પ્રસારણ દરમિયાન ક્રિકેટના ગ્રાઉન્ડનું ખાલી 30 યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હતું. લાઈવ પ્રસારણમાં ફક્ત બન્ને બેસ્ટમેન, બોલર, અમ્પાયર, વિકેટ કિપર અને બાજુમાં રહેલા ખેલાડીઓને જ બતાવવામાં આવતા હતા. જ્યારે ચોગ્ગો કે છગ્ગો લાગ્યો હોય ત્યારે બોલ કઈ દીશામાં ગયો છે કે કેટલા લોકો મેચ જોવા આવ્યાં છે કે તે પ્રકારનું કઈ પણ લાઈવ બતાવવામાં આવતું ન હતું.