Mysamachar.in-જામનગર
હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર જામનગરમાં સટોડિયાઓએ દાવ લગાવવાની શરૂઆત કરી હોય અને પોલીસે દરોડા પાડવાની શરૂઆત કરી છે, દરરોજ એક જુગારનો ડબ્બો જીલ્લામાંથી ઝડપાઈ રહ્યો છે, ગઈકાલે પણ નિવૃત પોલીસકર્મીના પુત્ર દ્વારા સંચાલિત ક્રિકેટના ડબ્બા પર પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ સીટી બી ડીવીઝન પોલીસે પંચવટીમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ ફ્લેટ નંબર 10 માં ચાલતા ક્રિકેટના ડબ્બા પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે,
જીતેન્દ્ર વીઠ્ઠલાણી નામના ઇસમેં પોતાના કબ્જાના રહેણાંક મકાને અન્ય ઈસમો પરેશ વલ્લભભાઇ મોદી રહે પટેલ કોલોની નં 09 યાદવ પાનની બાજૂમા, બશીરભાઇ આમદભાઇ સફીયા ધરારનગર 01 કાસમભાઇ કોર્પોરેટરની બાજૂમાની સાથે મળી હાલમા દુબઇમા આઇપીએલ 20-20 ટુર્નામેન્ટ મેચ દીલ્હી કેપીટલ્સ તથા રોયલ ચેલેન્જસ બેંગલોરની રમાતી 20-20 ક્રિકેટ મેચ ટીવીમાં લાઇવ પ્રસારણ નીહાળી મેચની હારજીતના પરીણામ અંગે મોબાઇલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી ક્રીકેટના જુગારનો ડબ્બો ચલાવી રેઇડ દરમ્યાતન ત્રણેય ઇસમો રોકડા રૂપીયા 11,900/- તથા ટીવી તથા સેટઅપ બોક્ષ તથા મોબાઇલ ફોનની કિ.રૂ.32,500/- મળી કુલ કી.રૂ. 44,400/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેમજ ફરારી આરોપી નરેન્દ્રસિંહ ગોહીલ ઉર્ફે મુન્નાભાઇ જયપાલસિંહ ગોહીલ રહે બન્ને રહે નીલકમલ સોસાયટી જામનગર પાસે કપાત કરાવતા હોય સીટી બી ડિવિઝને ત્રણ ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.