એક સેલ્ફીની ઘેલછા તમારો જીવ પણ લઇ શકે, આ રહ્યું આજનું ઉદાહરણ...

ફોટો પાડવાની લ્હાયમાં તેઓ વાવની કિનાર પાસે ગયા હતા. શિલ્પાબેન અને...

એક સેલ્ફીની ઘેલછા તમારો જીવ પણ લઇ શકે, આ રહ્યું આજનું ઉદાહરણ...

Mysamachar.in-ભરૂચ

સ્માર્ટ ફોનના જમાનામાં લોકો કોઈ નવા સ્થળ પર જાય એટલે તરત જ ત્યાં સેલ્ફી લેવા માટે આમથી તેમ થતા હોય છે, સેલ્ફી લેવી તે કોઈ ખોટી બાબત નથી, પરંતુ આ સેલ્ફી લેતા સમયે જો ક્યારેક બેધ્યાન થઇ જવાય તો મોતના મુખમાં ધકેલાઈ જવાનો વારો આવે છે, આવો જ એક કિસ્સો આજે અરવલ્લીના શામળાજીમાં સામે આવ્યો છે, પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના 45 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પોતાના પરિવાર સાથે શામળાજી ગયા હતા. શામળાજી મંદિરના પરિસરમાં પ્રાચીન વાવ આવેલી છે. શિલ્પાબેન પરિસરમાં મોબાઈલથી ફોટોગ્રાફી કરતા હતા. ત્યારે ફોટો પાડવાની લ્હાયમાં તેઓ વાવની કિનાર પાસે ગયા હતા. શિલ્પાબેન વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહીને ફોટો પડાવતા હતા ત્યારે તેમનો પગ લપડ્યો હતો.

પગ લપસતાં જ શિલ્પાબેન વાવમાં પડી ગયા હતા. તેમની સાથેની મહિલાએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ શિલ્પાબેન સીધા નીચે પટકાયા હતા. ત્યારે માથામાં ઇજા થવાથી શિલ્પાબેનનું મોત નિપજ્યું હતું. મંદિર પરિસરમાં આવેલી વાવ ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે શામળાજી પોલીસે આ મોત અંગે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, લોકો જો સાવચેતી રાખે તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તેમ છે.