સી.આર.પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા બોલ્યા કે હવે તમને સચિવાલયમાં કોઈ રોકશે નહિ

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

સી.આર.પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા બોલ્યા કે હવે તમને સચિવાલયમાં કોઈ રોકશે નહિ
file image

Mysamachar.in-ગીર સોમનાથ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સ્પષ્ટ વાત કરવા અને જાહેરમાં જ આવી સ્પષ્ટ વાત કરવા માટે જાણીતા છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના નિર્માણાધીન નૂતન ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકરોને આહ્વાન કર્યું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં કામે લાગી જવા જણાવ્યું હતું. અને આગામી સમયમાં નાના કાર્યકર્તાઓને સ્થાન મળશે. હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈથી વર્તન પણ નહિ થાય અને મંત્રીઓ તમારા પ્રશ્નોને સાંભળશે અને તમને પરિણામ પણ મળશે તેવી વાત તેમણે જાહેર મંચ પરથી કરી હતી.