સી.આર.પાટીલે ચુંટાઇ આવેલ ઉમેદવારોને આપી આ સલાહ...

ટોણો મારતા કહ્યું કે મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ

સી.આર.પાટીલે ચુંટાઇ આવેલ ઉમેદવારોને આપી આ સલાહ...
file image

Mysamachar.in-જામનગર

જામનગર સહીત રાજ્યની 6 મહાનગરપાલિકાના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ ભાજપનો ભગવો લહેરાયો છે, ચૂંટાયેલા કોર્પોરેટરને સી.આર. પાટીલે સલાહ આપતા કહ્યું કે કામે લાગો, પરંતુ ફરિયાદ આવવી જોઈએ નહી. કોઈએ કહેવું જોઈએ નહીં કે કોર્પોરેટર દેખાતા નથી. એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. એ આવનારા 6 મહિનામાં ખબર પડી જશે. કોર્પોરેટર થઈ ગયા એટલે સાહેબ થઈ ગયા એવું ન કરતા, તમામની સમસ્યાનો ઉકેલ લાવજો. ન સમજાય તો વરિષ્ઠ નેતાને પૂછી કામ કરજો,

વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% મહિલા અનામત છે ત્યારે 50% મહિલાઓ પણ ચુંટાઇ આવ્યા છે, ત્યારે  મહિલા કોર્પોરેટરના પતિએ જાતે કામ કરવું નહિ. મહિલા કોર્પોરેટરને જ કામ કરવા દેવું... આ વિધાનનો અર્થ જાણકાર લોકો એવો કરે છે કે મહિલા કોર્પોરેટરો ચુંટાઇ આવ્યા બાદ અમુક કિસ્સાઓમાં તેમના પતિ જ બધા વહીવટ કરતા હોય છે. ત્યારે મહિલાઓ પોતે જ પોતાના વિસ્તારના કામો માટે અગ્રેસર રહે તે જરૂરી છે.