Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં દિનપ્રતિદિન દાદાગીરીનો ગ્રાફ સતત ને સતત ઉપર વધી રહ્યો છે, ત્યારે પોલીસે ધોકો પછાડવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ગતરાત્રીના જામનગરમાં એક એવી ઘટના સામે આવી છે, જે શરમજનક કહી શકાય તેવી છે, રણજીતનગરમાં વસવાટ કરતા પાર્થ પંડ્યા અને તેની પત્ની બન્ને અલગ અલગ મોપેડમાં હરિયા કોલેજ જઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી બ્લેક કલરની સ્કોડા કાર નંબર GJ-07-BR-7667 પસાર થઇ રહી હતી, જેના ચાલકે કાવો મારતા પાર્થ પંડ્યાએ કહેલ કે તમારી કાર જોઇને ચલાવો તેમ કહેતા જ કારમાં સવાર ચાર લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા, અને ગાળાગાળી કરી ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા,
તો સ્કોડા કાર ચલાવી રહેલા ચાલકે દુધની કીટલી વડે પાર્થની પત્ની કાજલબેનને કપાળના ભાગે મારતા તેણીને ટાંકાઓ આવેલ છે, અને તેના પતિને પણ ઈજાઓ પહોચી છે, આટલે થી ન અટકતા માથાકૂટ બાદ જતા જતા પણ સ્કોડા કારના ચાલકે છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ દંપતીને આપી હતી, આ મામલે કાજલબેન પંડ્યાની ફરિયાદને આધારે સીટી સી ડીવીઝન પોલીસે દેવાંગ રામભાઈ ચાવડા અને તેની સાથેના ત્રણ અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.