Mysamachar.in-જામનગર
પોલીસનું કામ સમાજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જોવાનું છે, અને પોલીસ તેનું કામ બખૂબી કરતી પણ હોય છે (હા અમુક કિસ્સાઓ અને અમુક અધિકારીઓ કર્મચારીઓને બાદ કરતા) એવામાં પોલીસ પોતાની ફરજ પર હોય અને તેમાં જો કોઈ વિઘ્ન ઉભું કોઈ શખ્સ કે શખ્સો દ્વારા કરવામાં આવે તો પોલીસ આવા શખ્સો વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતના પગલાઓ પણ લેતી હોય છે, જામનગરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સી ડીવીઝન પોલીસ મથકના જમાદાર એક અરજીના કામે તપાસ અર્થે ગયા તો તેની સાથે જોવા થઇ હતી અને આ મામલે અરજીની તપાસ માટે ગયેલા પોલીસકર્મીએ જ સામી ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો છે,
વાત એવી છે કે શહેરના ખાખીનગર વિસ્તારમાં વસવાટ કરતા ધર્મેશ રસિકભાઈ ગોહિલના ઘરે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ધવલગીરી પ્રવિણગીરી ગોસાઈ અરજી નં.475/21 ની તપાસ ચલાવતા હોય તે તપાસ અર્થે ગયા હતા, જમાદાર પોલીસ સ્ટાફ સાથે ધર્મેશ ગોહિલના મકાને ચેક કરવા જતા તે હાજર મળી આવતા તેની અટકાયત કરવાનું કહેતા તેને સરકારી વાહનમાં બેસી જવાનું કહેતા પોતાની ધરપકડ ટાળવા પ્રયત્ન કરેલ અને તેને સરકારી વાહનમાં બેસાડવા જતા સરકારી વાહનના દરવાજા પકડી લઇ પોતાની રીતે નીચે પડી ગયેલ અને ફરીયાદી જમાદારના ટી-શર્ટનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટી-શર્ટ તોડી નાખેલ અને ધર્મેશના પત્ની હેત્લ્બેને તેના પતિની અટકાયતમાં આડા ઉભા રહી જઇ અડચણ કરી દવા પી મરી જઇ એટ્રોશીટીના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ખોટા ઉપજાવી કાઢેલ આક્ષેપો વાળો વિડીયો મોબાઇલમાં બનાવી પોતાના પતિની ધરપકડ ટાળવા પ્રયત્ન કરેલ તો ધર્મેશે સરકારી વાહનમાં પોતાના માથા ભટકાડી તેમજ તેના જુના ઓપરેશનની જગ્યાએ પોતાના હાથે ખંજવાળી લોહી કાઢી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી અરજીની તપાસ માટે ગયેલ જમાદાર ધવલગીરી તથા સાથેના અન્ય સ્ટાફની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાને મદદગારી હોય બન્ને સામે સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.