કોફીશોપમાં કપલ બોક્સ...10 જેટલા કપલ બેઠા હતા કપલબોક્સમા

કપલ બોક્સનો કૉનસેપ્ટ એકાંત માણવા માટે જાણીતો છે

કોફીશોપમાં કપલ બોક્સ...10 જેટલા કપલ બેઠા હતા કપલબોક્સમા

Mysamachar.in-સુરત

સુરતમાં લાંબા સમયથી કોફી શોપના નામે યુવક અને સગીર છોકરા છોકરીઓને એકાંત માણવાની જગ્યા આપવાનો વેપલો ખીલ્યો છે. એવામાં શહેરના મોટા વરાછામાં ચાલતા કોફી શોપમાં કપલ બોક્સ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં 10 કરતાં વધુ કપલની પોલીસે અટકાયત કરી છે. કોરોનાના સંક્રમણ કાળમાં પણ જ્યારે હોટલ રેસ્ટોરાંમાં ટેક હોમ ડિલિવરી જેવી જ સુવિધા શરૂ રાખવાની ગાઇડલાઇન વચ્ચે પણ વરાછાના એક મૉલમાં આવેલા કપલ બૉક્સ પર પોલીસ ત્રાટકી હતી.

અહીયા કોફી શોપમાં કપલ બૉક્સ એક્ટિવ હતું અને 13 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરના છોકરા-છોકરીઓ એકઠા થયા હતા. આ વિસ્તારમાં પોલીસે દરોડા ભાગતા રસ્તા પર પણ લોકોના ટોળેને ટોળા એકઠા થયા હતા. જોકે, શોપના બોર્ડ મુજબ તો આ છોકરા છોકારીઓ 'કોફી પીવા' જ આવ્યા હશે પરંતુ માત્ર આ કોફી શોપમાં જ નહિ પરંતુ જે કોઈ જગ્યાએ 'કપલ બોક્સ' છે તે એકાંત માણવા માટે જાણીતા છે, હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.