દેશનું પ્રથમ માન્ય આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરુ થયું રાજકોટમાં...

આ કેર સેન્ટર ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે તેવું

દેશનું પ્રથમ માન્ય આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરુ થયું રાજકોટમાં...

Mysamchar.in-રાજકોટ

કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શકિત વધારીને તેમને સાજા કરવા માટે અલગ અલગ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. એવે વખતે ભારતીય આયુર્વેદમાં 2500 વર્ષ પૂર્વે માનવજાતિ પર આવી મહામારી આવશે એનો અંદેશો અને ઉપચારાત્મક પદ્ધતિઓ આપવામાં આવ્યો હતો. માટે સાચો અને સમયબદ્ધ રીતે ઉપચાર કરવામાં આવે તો દરેક રોગની સારવાર નિશ્ચિત છે. તેમજ કોરોનાના લક્ષણો સામે લડવા માટે આયુર્વેદિક ઉપચારાત્મક પદ્ધતિઓથી નિદાન કરવા માટે દેશનું પ્રથમ સરકાર માન્ય આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરનું ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી તેને ખુલ્લું મૂક્યું છે.

ભારતીય આયુર્વેદિક પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી રહી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે. આયુર્વેદના સાગરમાં આપણને આપવા માટે ઘણું છે. જેનો આપણે સૌ સાથે મળીને સારો અને સાચો પ્રચાર કરીને ઉપયોગ કરીએ. એવી ભાવના જામનગરની ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેષભાઈ જાનીએ પણ વ્યક્ત કરી હતી.ડો.જાનીએ કોરોનાને હરાવવા માટે કેટલાય વેબિનાર મારફત લોકો સુધી આયુર્વેદનું સચોટ માર્ગદર્શન પહોચે તે દિશામાં તેવો સતત પ્રયત્નશીલ છે.

કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા-પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે.