નકલી દારુ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, દારૂ બનાવવાનું કામ  કરવા માટે રાજસ્થાનના નિષ્ણાત વ્યક્તિને લાવ્યા હતા.! 

નકલી દારુ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, દારૂ બનાવવાનું કામ  કરવા માટે રાજસ્થાનના નિષ્ણાત વ્યક્તિને લાવ્યા હતા.! 

Mysamachar.in-દાહોદ:

ભરશિયાળામાં પ્યાસીઓને શરાબ ગળેથી પણ ના ઉતરે તેવા સમાચાર સામા આવ્યા છે.જેમાં નકલી દારુ બનાવવાની ફેક્ટરી જે પેવર બ્લોકના કામની આડમાં ચાલત હતી તેનો પર્દાફાશ પોલીસે કરી નાખ્યો છે.દાહોદથી  બે કિમી દુર છાપરી ગામમાં ઝાલોદ હાઇવે પર પેવર બ્લોકની ફેક્ટરીની આડમાં 10 દિવસ પહેલાં જ નકલી દારૂ બનાવવાનો શરૂ થયેલ ધંધાની ગંધ એસઓજી સુધી પહોચતા એસઓજીએ ખેલ ચોપટ કરી નાખ્યો છે.દાહોદ નજીક છાપરીમાં ઝાલોદ રોડ પર આવેલી સાંઇ પેવર પ્રોડક્ટ નામક ફેક્ટરીમાં દારૂ બનાવાતો હોવાની બાતમી મળતા પોલીસે છાપેમારી કરી જ્યાં બનાવટી દારૂ રોયલ સ્ટેગની 50 પેટી અને છુટ્ટી 100 મળીને કુલ 2500 ક્વાર્ટર મળ્યા હતાં. 4.50 લાખના નકલી દારૂ સાથે રોયલ સ્ટેગની ખાલી 90 બોટલો, 75 બુચ, 42 ઢાકણ, સ્ટીકર ચોંટાડેલા ખાખી કલરની શીટો, બે ગળણી, 44 ખાખી પુઠ્ઠા કબજે લીધા હતાં.

દારૂ બનાવવા ઉપયોગમાં લેવા રાખેલ નાના-મોટા 4 કારબામાંથી 130 લીટર લીક્વીડ મળ્યુ હતું. પોલીસે 5,15,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગોરખધંધામાં જમીન ભાડે રાખી ફેક્ટરી ચલાવતા સુખસરના મેઇન બજારના શબ્બીર રહીમ મોઢીયા, ફેક્ટરીની દેખરેખ રાખનાર લીમખેડા માર્કેટ રોડનો કલ્પેશ ભોગીલાલ દરજી અને દાહોદ જીવનદીપ સોસાયટીનો અમીત જયેન્દ્ર પારેખ ઝડપાયા હતાં. દારૂ બનાવવા માટે રાખેલો રાજસ્થાનના બાંસવાડાનો નિષ્ણાંત નિરપાલસિંગ મળ્યો ન હતો. આ ચારે સામે ગુનો દાખલ કરાયો હતો.નકલી દારૂ બનાવવા માટે નિષ્ણાંત એવા બાંસવાડાના યુવકને ઉપયોગમાં લેવામાં આવતો હતો. રાજસ્થાની યુવકને દારૂ બનાવવા માટે મહેનતાણું અપાતું હતું કે તેમનો વેચાણમાં ભાગ હતો તે પોલીસની પુછપરછ બાદ જ સામે આવશે કેમીકલ ઇથેનીલ આલ્કોહોલ હોવાની શંકાઓ છે. ફેક્ટરીમાં મોકલાતા આ કેમીકલની ટેન્કરોમાંથી ચોરી કરીને આ કામ થતુ હોવાનું ભૂતકાળમાં જે ફેક્ટરીઓ પકડાઇ તેમાંથી સામે આવ્યુ છે. છાપરીમાંથી પકડાયેલુ આ કયુ કેમીકલ છે તે લેબના રિપોર્ટ બાદ જાણી શકાશે.