Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખાનું એક ભોપાળું ઓડીટ અહેવાલમાં છતું થયું છે, જેમાં શહેરના માત્ર બે જંક્શન જી.જી.હોસ્પિટલ અને ગુરુદ્વારા પાસે ટ્રાફિક સિગ્નલ રીપેરીંગ પેટે રૂ.7,25,288 ખર્ચ કરી દીધો પણ આ અન્વયે કામ કરાવેલ કોન્ટ્રાક્ટરનું નામ, કામ, શરૂ, તારીખ પૂર્ણ તારીખ સહિતની કોઈ વિગત દર્શાવેલ નથી. જે આશ્ચર્ય પમાડે તેવી બાબત ઓડીટ અહેવાલમાં સામે આવી છે.