ડ્રેનેજ ઇજનેર માટે કાગળ ઉપર ભ્રષ્ટાચાર જેવો જ ખેલ ચીફ એકાઉન્ટન્ટ માટે..!

જમીન મામલે ગોઠવાયુ નહી...મેયર ભાગેડુ.વિપક્ષી નેતાના ચાબખા

ડ્રેનેજ ઇજનેર માટે કાગળ ઉપર ભ્રષ્ટાચાર જેવો જ ખેલ ચીફ એકાઉન્ટન્ટ માટે..!
file image

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનમાં કેવા ખેલ ચાલે છે તે બાબતે વિપક્ષીનેતાએ ચાબખા વિંઝી સમગ્ર બાબતોના પર્દાફાશ કર્યા હતા, તેમજ અમુક વખતે ગોઠવાય નહી તો એજન્ડા પેન્ડીંગ રહે તેમજ મેયર ભાગેડુ છે, તેમ પણ જણાવ્યુ હતુ તેમજ અમુક માનીતા અધિકારીઓ માટે કાગળ ઉપર ભ્રષ્ટાચાર થાય છે વગેરે સનસનીખેજ આક્ષેપો ગત સામાન્યસભામાં થયા છે, મનપાના વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફીએ જનરલ બોર્ડના હજુ પડઘા સમાન ઇન્ટરવ્યુ આપ્યો હતો કે જમીનના હેતુફેરની બે જ એજન્ડા આઇટમ હતી જાણે જામનગરમા કોરોના ડેંગ્યુ ગંદકી અને બીજા કંઇ પ્રશ્નો જ નથી અને એજન્ડા માત્ર જમીનના જ રાખવામાં આવ્યા હતા.

ઉપરથી ખુબીની વાત એ બની કે એ જમીનના મુદા પેન્ડીગ રખાયા હતા માટે ખફીએ આક્ષેપ કર્યા હતા કે ગોઠવાણુ નહિ હોય નહિ તો દસ દિ પહેલા તો એજન્ડામા જમીનની આઇટમ શુ કામ લીધી.? અને બોર્ડમા પેન્ડીંગ રાખી બધા સભ્યોનો સમય બગાડ્યો તેવો આક્ષેપ કર્યો હતો, ચીફ એકાઉન્ટન્ટ અને આસી.કમી.વહીવટ અને ટેક્સના ચાર્જ ભોગવતા નિર્મલને પ્રમોશન આપવા કાયદાની જોગવાઇ મુજબ બોર્ડમા દરખાસ્ત લાવી જોઇએ તેના બદલે કમિશનરે ડાયરેક્ટ સરકારમા પત્ર લખી લાયકાત સુધારવા શુ કામ ભલામણ કરી.? તેમ પણ વિપક્ષી નેતાએ સવાલ કર્યો હતો, ડ્રેનેજ વિભાગના ઇજનેર અમિત કણસાગરાને કાર્યપાલક બનાવવા માટે  આવુ કર્યુ હતુ પરંતુ  સરકારે કીધુ કે આ કાગળ ઉપરનો ભ્રષ્ટાચાર છે,

ત્યારે કોર્પોરેશનનો ખેલ ઉધો વળી ગયો હતો આવો જ કાગળ ઉપરનો ભ્રષ્ટાચાર ચીફ એકાઉન્ટન્ટ નિર્મલને મોટા-મોટા ચાર્જ આપી સતાવાળાઓ  કરવા માંગે છે તેમ પણ તેમણે  ઉમેર્યુ હતુ. વિપક્ષી નેતાએ વધુમાં કહ્યુ કે કમિશ્નર કોઇના કેવાથી આવુ બધુ કરે છે.? કોઇના હાથા બને છે.? પરંતુ આ વેધક સવાલના કોઇ ખુલાસા ન કર્યા કે કોઇ જવાબ ન દઇ શક્યા તેમ પણ જણાવ્યુ છે, માટે વિપક્ષી નેતાએ સ્પષ્ટ કર્યુ કે અમે કાગળ પરના ભ્રષ્ટાચાર ચલાવી નહિ લઇએ અને આ મુદે હાઇકોર્ટ સુધી જઇશુ પરંતુ કાગળ ઉપર ભ્રષ્ટાચાર નહિ જ ચાલવા દઇએ. આ ઉપરાંત એ પણ આક્રોશ વ્યક્ત કર્યો કે વિરોધ પક્ષના નિયમુજબના પ્રશ્નો છતા જનરલ બોર્ડના અધ્યક્ષ એવા મેયર ભાગી ગયા માટે મેયર ભાગેડુ છે, જામનગર માટે શરમજનક છે કે આવા ભાગેડુ મેયર મળ્યા છે તેમ પણ અલતાફ ખફીએ જાહેર નિવેદન આપ્યુ છે.