પ્રિ-મોન્સુન કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર.? આ વખતે યોગ્ય સફાઈ નહિ થાય તો જોવા જેવી થશે: વિપક્ષ નેતા આનંદ રાઠોડ 

...તો કચરો પદાધિકારીઓની ચેમ્બર બહાર ઠાલવીશું 

પ્રિ-મોન્સુન કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર.? આ વખતે યોગ્ય સફાઈ નહિ થાય તો જોવા જેવી થશે: વિપક્ષ નેતા આનંદ રાઠોડ 
file image

Mysamachar.in-જામનગર:
દર વર્ષ ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા અડધા કરોડથી વધુના ખર્ચે શહેરની કેનાલો, નદીનાળા, ઝાળી ઝાખરાઓ વગેરે સાફ કરવામાં આવતા હોય છે, પણ લાગતા વળગતા અને સાચવવા જેવાને આવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ કેવી અને કેટલી સફાઈ થાય છે તે વરસાદ આવીને છતું કરી નાખે છે અને અડધા કરોડનો ખર્ચ સ્વાહા થઇ જાય છે, ત્યારે આવી કામગીરી આ વખતે મનપા દ્વારા આદરવામાં આવી છે પણ આ કામગીરીને લઈને અત્યારથી જ સવાલ મનપા વિપક્ષ નેતા આનંદ રાઠોડે ઉઠાવી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે એક ગંભીર ચીમકી પણ ઉચ્ચારી છે, રાઠોડે કમિશ્નરને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે...

જામનગર મહાનગરપાલિકામાં ફરી આ વર્ષે પ્રી-મોન્સુનની કામગીરીના નામે ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ સફાઈ કામગીરીમાં લોલમ-લોલ થવા જઈ રહી છે.દર વર્ષની જેમ જામનગર શહેરમાં ચોમાસુ આવતા પહેલા પ્રી-મોન્સુન ની કામગીરી જેમકે કેનાલ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવતી હોય આ વર્ષે પણ કરવામાં આવી રહી છે.આ વર્ષે પણ ગત વર્ષ ની જેમ લોલમ-લોલ ને પોલમ-પોલ જેવું કામ ન થાય તેની દર વર્ષ ની જેમ સોલીડ વેસ્ટ ના અધિકારી દ્વારા તકેદારી રાખવામાં આવતી હોય છે.પણ છતાં આ વર્ષે પણ મને એવું લાગે છે કે ગત વર્ષ ની જેમ કેનાલ ની પુરતી સફાઈ નહિ થાય.કારણકે મારું માનવું છે કે કા તો આમાં મોટા ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.કા તો મહાનગરપાલિકાના અધિકારી કેનાલ સફાઈ કરવા બાબત કોઈ જાતનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

કારણકે ગત વર્ષ જયારે જામનગર શહેર ની અંદર વરસાદી પુર આવેલ હતું.ત્યારે તે વખતની પ્રી-મોન્સુન ની કામગીરી માં ધજીયા ઉડી ગયેલ હતી.અને ખુલ્લો ભ્રષ્ટાચાર થઇ રહયો હતો. પ્રી-મોન્સુન ની કામગીરી કોઈ જગ્યાએ પુરતી થયેલી નથી.તેને ધ્યાને લઈને કમિશ્નર સાહેબ આપ દ્વારા જે-તે એજન્સી હતી.તે એજન્સીઓને માત્ર 40%જ બીલ આપેલ હતું.અને બાકી નું 60%બીલ નબળી કામગીરી ને ધ્યાને રાખીને પેન્ડીંગ રાખવામાં આવેલ છે.

ગત વર્ષ જેવું જ કામ આવનારા દિવસોમાં ક્યાં પદાધિકારી કે ક્યાં અધિકારી છાતી ઠોકીને ચેલેન્જ દયે કે ગત વર્ષ કરતા આ વર્ષે 100 એ 100% આ કામ અમે જામનગર ની જનતા ને પ્રી મોન્સુન ની કામગીરી પૂરે-પૂરી આપીશું...ગત વર્ષ ની જેમ જેમકે વોર્ડ નં.16, 12, 4,અને વોર્ડ નં.2 આ વોર્ડોની ફરીથી કફોળી પરિસ્થિતિ ન થાય.તેનું અમો ધ્યાન રાખીશું પદાધિકારી અને અધિકારીનું જનરલ બોર્ડ ની અંદર સારી કામગીરી બદલ તેઓનું વિપક્ષ દ્વારા અમે સમ્માન કરીશું.અને જો સારી કામગીરી નહિ થાય તો અમે જે અધુરી કેનાલ સફાઈ હશે.તેને કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ પૂર્ણ કરીશું અને તેમાંથી નીકળેલો કચરો પદાધિકારી અને અધિકારી જે-તે જવાબદાર હશે.તેઓની ચેમ્બરમાં નાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.