Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરત્તી ગાડીઓમાં વજન વધારવા માટે કેટલીય વખત કચરાની સાથે-સાથે કેરણ જેવો માળ ભેળવવાનું સામે આવી ચુક્યું છે, ત્યારે વધુ એક વખત વોર્ડ નંબર .16 માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તેમજ ખુલ્લા પોઈન્ટ પરથી ભિનો અને સુકો કચરો ઉપાડવાનું કામ કરતી એજન્સી ઓમ સ્વચ્છતા કોન્ટ્રકટર ધ્વારા કચરાની ગાડીમાં વજન વધારવા માટે કેરણ અને માટી ભરી ઉપરના ભાગે પ્લાસ્ટીકની બેગમાં કચરો રાખી માસિક લાખો રૂપિયા ના બીલ બનાવી કોભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કોર્પોરેટર યુસુફ ખફીએ કર્યો છે.
ગત તારીખ 3-10-2020 ના રોજ વોર્ડ નં.16 માં આવેલ સરસ્વતી પાર્ક પાસે કોર્પોરેટર પોતે વિસ્તારના રાઉન્ડમાં હોય ટાટા કંપનીની ગાડી જેની આગળ પાછળ કે સાઈડ માં ક્યાય નંબર પ્લેટ લાગેલ ન હોય તે ગાડીનો ડ્રાઇવર ધ્વારા અંદાજે બે ટન જેટલી કેરણ અને મોરમ ભરી બપોરે એક વાગ્યા ની આસપાસ ડમ્પિંગ પોઈન્ટ પર જવા નીકળેલ ત્યારે રસ્તામાં ગાડી રોકી વોર્ડ ના સેનેટરી ઈસ્પેકટર ચિરાગ સોલંકી ને રૂબરૂ બોલાવી રોજ કામ કોર્પોરેટરે કરાવ્યું હતું, વધુમાં પુરાવાઓ એકત્ર કરવા માટે ગાડી ની ફોટો ગ્રાફી તથા વિડીઓગ્રાફી પણ કરવામાં આવેલ હોવાનું સામે આવે છે,
હાલ વોર્ડ નં.15 તથા 16 માં ચાલતી એક પણ ગાડી પર નંબર પ્લેટ ન હોય આવા કોન્ટ્રકટરો ને છુટો દોર આપેલ હોય લુટાય તેટલું લુંટવા અંકાયેલા કોન્ટ્રકટરો ડમ્પિંગ પોઈન્ટ ના કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરી ફોજદારી ફરિયાદ કરવા કોર્પોરેટર યુસુફ ખફીએ કંટ્રોલીંગ અધિકારીને પત્ર લખી માંગ કરી છે.