કોર્પોરેશને ખાનગી વાહનોના ભાડા પાછળ કર્યો લાખોનો ધુમાડો...

એ ટ્રાવેલ્સ કોનુ?

કોર્પોરેશને ખાનગી વાહનોના ભાડા પાછળ કર્યો લાખોનો ધુમાડો...

Mysamacahr.in-:જામનગર

કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરરીતિઓના અનેક કિસ્સાઓમા વગોવાયેલા કોર્પોરેશનનો વધુ એક ભ્રષ્ટાચાર ફુટી ફુટીને બહાર આવવા આળસ મરડી રહેલ છે. જેમા વાત એમ છે કે ખાનગી વાહનોમા લાખો રૂપિયા ખર્ચે છે તે કાર સહિતના ખાનગી વાહનો કઇ ટ્રાવેલ્સ કંપનીના છે? તે બાબત તાજેતરમા એક જાગૃત નાગરીકે માંગેલી માહિતીમાં ઉજાગર થવા પામી છે, સમગ્ર માહિતી નો સાર જોઇએ તો દરેક વાહનો જે ખાનગી ભાડે રાખેલા છે તેના બીલ એક જ ટ્રાવેલ્સના છે તેવુ કેમ? કોર્પોરેશને ઓલ્ટરનેટ ટ્રાવેલ્સ એજન્સીને  કેમ રાખ્યુ નથી? ઉપરાંત આ ચોક્કસ ટ્રાવેલ્સ ઉપર કોર્પોરેશનનો વિશેષ પ્રેમ કેમ છે? ખાનગી ટ્રાવેલ્સ નક્કી કરવા જુદા જુદા ટેન્ડર મંગાવેલા છે કે એક જ પાર્ટીએ અસ્તિત્વમા ન હોય તેવા વધુ બે નામ થી ક્વોટેશન ભરેલા છે? કે કેમ તે સમગ્ર બાબતો તપાસ માંગી લેતી છે.


-બીલમા દલાતરવાડી જેવો ઘાટ..

વળી જે જે સાહેબો આ વાહનોના ઉપયોગ કરે છે તેમાંથી અમુક તો સીટીમા કોઇ કોઇ દિવસ એટલા ચક્કર લગાવેલા પત્રકોમા દર્શાવાયા છે કે એટલા કિમી તો રાજકોટ થી રીટર્ન થઇએ તો પણ ન થાય માટે પત્રક ખાસ કરીને લોગ બુક મેન્ટેન કરવામા પણ દલાતરવાડી જેવો ઘાટ દેખાય છે.

-જંગી ખર્ચના બદલે પોતાના વાહન વસાવી શકાય

કોર્પોરેશન વાહન ભાડે રાખે છે તેટલા ખર્ચમા તો નવા વાહન વસાવી શકે અને કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો પણ રાખી શકે પરંતુ તેમ ન કરવાના બદલે લાખો રૂપિયા ખર્ચી સાહેબો આ ખાનગી ટ્રાવેલ્સના વાહનો ઉપયોગમા લે છે જેનાથી ચોક્કસ લોકોને ફાયદો હશે તે વાત પણ ચોક્કસ છે

-આ ટ્રાવેલ્સ કોનુ?

આ ટ્રાવેલ્સ કોનુ છે તે બાબત થી કોર્પોરેશનના પદાધીકારીઓ અને મોટા અધીકારીઓ  કોઇ અજાણ નહિ હોય તે તો પાકુ જ છે ત્યારે જાણકારોનુ માનીએ તો આ ટ્રાવેલ્સ કોર્પોરેશન ના જ એક કર્મચારી જેના પાર્ટનર છે તેનુ છે જે કર્મચારી વારંવાર ફોટાઓમા ચમકે છે, અને સુવર્ણ શોખીન પણ છે જો કે જાણકારોનુ માનીએ તો તેણે આ બાબતે ઉંડા પાયા ગાળ્યા છે એટલે આ બેઠી બેસુમાર આવક કોઇ અટકાવી શકે તેમ નથી તેવો અહમ પણ ઉભરે છે હવે જોઇએ આ બાબત ની તટસ્થ  તપાસની માંગણી થાય છે કે કેમ?