મનપાઓ અને પંચાયતોની ચુંટણીઓ બનશે  2022 વિધાનસભા પહેલાની સેમી ફાઈનલ

નેતાઓ તેમજ ઉમેદવારો અને પક્ષોનું પાણી મપાઈ જશે..... પરિણામો હશે આંખ ઉઘાડનારા

મનપાઓ અને પંચાયતોની ચુંટણીઓ બનશે  2022 વિધાનસભા પહેલાની સેમી ફાઈનલ
symbolic image

Mysamachar.in-જામનગર

ગુજરાતમા આમ તો દેશભરમાં સતા મેળવવી કે ઝુંટવીલેવી તે માટે લાઇનબદ્ધ અયોજનો અને કુટનિતી કરવી તેવા ખેલ પડતા જ રહે છે, અને મોટાભાગે વિધાનસભા તેમજ લોકસભા ચુંટણી જ અત્યાર સુધી વધુ મહત્વની ગણાતી હતી પરંતુ છેલ્લા દાયકાથી ગુજરાત સહિત દરેક રાજ્યોમા સ્થાનિક સ્વરાજ્ય સ્થાનીક સહકારી જેવા ક્ષેત્ર તેમજ ક્યાક સ્થાનીક મંડળો હોય છે તેની ચુંટણી બહુ અગત્યની બનતી જાય છે,

તેમાય ગુજરાતમા તો વર્ષ 2015 એ તો કેવુ ચિત્ર સ્થાનિક સ્વરાજ્યમા કર્યુ કે છેલ્લા વર્ષોથી સતામા રહેલ ભાજપને ઝટકોને સતાથી દુર રહેલ કોંગ્રેસને પતાસા મળ્યા હતા, થયુ તુ એવુ કે શહેરી વિસ્તારોમા ભાજપનુ પાનુ ચાલ્યુ અને ગ્રામ્ય વિસ્તારોમા કોંગ્રેસને કોઇપણ કારણસર લાભ મળ્યો ત્યારબાદની બે વર્ષમા જ વિધાનસભા ચુંટણી આવી તો ભાજપ માંડ માંડ બહુમતીને આંબ્યુ પ્રજાએ બંને પક્ષ માટે કોયડા જેવો જનાદેશ આપ્યો હતો,

આ પરિણામો ખુબ વિચારવા જેવા હતા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા સતાધારી પક્ષના મુળીયા ઉખડ્યા હોય ત્યારબાદથી ભાજપએ સમગ્ર દેશમા અને ત્યા સ્થાનીક સ્વરાજ્ય જેવી સંસ્થાની ચુંટણીઓ બહુ ગંભીરતાથી લેવા માંડી તો કોંગ્રેસ બનલે લોકસભા કે વિધાનસભામા કાઠુ ન કઢાય તો ભાજપ સામેના લોકોનો અસંતોષનો લાભ લેવામા કોંગ્રેસ સફળ રહી છે, અને તેના ઉપરથી વિધાનસભા પરિણામોમા ગુજરાતમા પણ સારી એવી અસર થઇ હતી,

માટે આ વખતે ભલે કોંગ્રેસ પાસે ચોક્કસ રણનિતી નથી પરંતુ જ્યા-જ્યા શહેરના જુદા-જુદા અમુક વોર્ડ વિસ્તારોમા ભાજપ સામે અસંતોષ કે એન્ટી ઇન્કમ્બન્સી કે ઉમેદવાર લોકપ્રિય ન હોય તો કોંગ્રેસને કે બીજી પાર્ટીઓ કે અપક્ષને લાભ મળે તેવુ જ ગામડાઓને તાલુકાકક્ષાએ પણ થઇ શકે કેમકે ગામડાઓ રાજ્ય સતાધારી પક્ષ સામે વધુ અસંતોષ છે, તો મુખ્ય વિરોધપક્ષ એવો કોંગ્રેસ પ્રબળ વિરોધ કરી જનતાને સો એ સો ટકા  ન્યાય નથી અપાવી શક્યો માટે તેની પણ લોકપ્રિયતા ખાસ નથી.

પરંતુ પ્રજાનો આ રાજકીય વિશ્લેષણ અવઢવ મતપેટી પર શુ અસર કરે તે અકળ હોઇ 2022 ની વિધાનસભા પહેલાની આ સેમીફાયનલ જેવી હાલની પંચાયત સુધરાઇ મહાપાલીકાની ચુંટણી ખુબ મહત્વની ગણાય છે, તેમજ પરિણામો લોકોના ઝોક ઉપર આધારિત હોય શુ રણનિતી રાખવી તે મુખ્ય રાજકીયપક્ષો માટે હાલ તો બહુ ચોક્કસ મુદાઓ નથી હા થોડા ઘણા કામો સતાધારીએ કર્યા તેના ઉપર પ્રચારની ધામધુમ થાય પરંતુ લોકો તો શુ થયુ તે નહી શુ નથી થયુ? શુ ન મળ્યુ? સરકારે શુ ન કર્યુ? તેને જ વધુ મહત્વ આપતા હોવાથી પરિણામો અકળ રહેશે અને વિધાનસભા પહેલા આખ ખોલનારા રહેશે તેમ વિશ્લેષકો કહે છે.