કોરોના વાયરસ:વિપક્ષ કહે ગૃહની કાર્યવાહી મુલતવી રાખો, ભુપેન્દ્રસિંહ કહે કે....

કોરોના વાયરસ:વિપક્ષ કહે ગૃહની કાર્યવાહી મુલતવી રાખો, ભુપેન્દ્રસિંહ કહે કે....
file image

Mysamachar.in-ગાંધીનગર: 

રાજ્યની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીને લઈને બરોબરનો રંગ જામ્યો છે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહી હોવાના આક્ષેપ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે રાજકારણ ભારે ગરમાઈ રહ્યું છે, કોંગ્રેસના 5 ધારાસભ્યો એક પછી એક રાજીનામાં આપીને જતા રહેતા બાકીના ધારાસભ્યોને સાચવવા માટે જયપુરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય દ્વારા કોરોના વાઈરસ મુદ્દે વિધાનસભા સત્ર રદ કરવાની માંગ કરી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે કોંગ્રેસની આ ભાગેડુવૃત્તિ છે. કોંગ્રેસના ધારાસભ્યો સત્ર રદ કરવાના બહાને જયપુર જવા માંગે છે જે તેમની વૃત્તિ છતી કરે છે.આમ જ્યાં સુધી રાજ્યસભાની બેઠકો માટે મતદાન નહિ થાય ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળશે.