Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં ફરી એક વખત છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઉછાળો થઇ રહ્યો છે, ત્યારે આજે જામનગર શહેરમાં 31 પોજીટીવ કેસો નોંધાયા છે, તો ગ્રામ્ય એટલે કે જામનગર જીલ્લામાં 22 આજે પોજીટીવ કેસો નોંધાયા છે, જામનગર જીજી હોસ્પીટલની કોવીડ હોસ્પીટલમાં હાલ 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે તે જરૂરી બન્યું છે.