R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં, રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો

ખાતરના કેસમાં કાર્યવાહી ના કરવાને નામે

R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં, રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો
symbolic image

Mysamachar.in-આણંદ

નવા વર્ષની શરૂઆત લાંચિયાઓ પર તવાઈ બોલાવવાની એસીબીએ મોટી શરૂઆત કરીને શ્રી ગણેશ કર્યા હોય તેમ લાગે છે, ACB ટીમે એક કોન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપી પાડતા રાજ્યભરના પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે, અમદાવાદ R.R.સેલે નકલી ખાતરનો જે જથ્થો પકડ્યો હતો તેમાં ફરિયાદીનાં પિતાને આરોપી નહીં બતાવવા માટે કોન્સ્ટેબલે રૂ.60 લાખની માગી હતી લાંચ જે બાદ રૂ.50 લાખની લાંચ લેતા પો.કોન્સ્ટેબલ પ્રકાશસિંહ આણંદનાં આઇસક્રીમ પાર્લર પર ઝડપાઈ જવા પામ્યો છે, આ કાર્યવાહી ત્રણ જિલ્લાની ACB ટીમ દ્વારા કરવામાં આવી હતી, જો કે આટલા મોટા લાંચકેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી જ નહિ પરંતુ કોઈ ઉચ્ચઅધિકારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ.? તે અંગે પણ હવે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.