આરોપીઓને અટક કરી, માર નહિ મારવા તથા જામીન ઉપર છોડવા માટે કોન્સ્ટેબલે 60000 લીધા

પોરબંદરના બગવદર પોલીસ મથકની ઘટના

આરોપીઓને અટક કરી, માર નહિ મારવા તથા જામીન ઉપર છોડવા માટે કોન્સ્ટેબલે 60000 લીધા

Mysamachar.in-પોરબંદર

પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર ચૌહાણ નામના પોલીસકર્મીએ આ કેસના ફરીયાદીના ભાણેજો વિરૂદ્ધ બગવદર પોલીસમથકમાં દાખલ થયેલ ગુન્હામાં આરોપીઓને અટક કરી, માર નહિ મારવા તથા જામીન ઉપર છોડવા માટે 60.000/- ની માંગણી કરેલ. જેથી જાગૃત ફરીયાદીએ લાંચની રકમ આપવા માંગતા ના હોય તેઓએ આ અંગેની ફરિયાદ વડી કચેરી ખાતે કરેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પોલીસકર્મી રવીન્દ્ર ચૌહાણે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી અને તે નાણા સ્વીકારી પકડાઇ જતા પોરબંદર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.