નોટબંધીની નિષ્ફળતાનો કોંગ્રેસનો કાર્યક્રમ જ નિષ્ફળ!

પાંખી હાજરી વચ્ચે કાર્યક્રમ

નોટબંધીની નિષ્ફળતાનો કોંગ્રેસનો કાર્યક્રમ જ નિષ્ફળ!

Mysamachar.in-જામનગર:

આજે રાજયભરમાં કોંગ્રેસપક્ષ દ્વારા કેન્દ્ર સરકારની નોટબંધી ની નિષ્ફળતા સામે જિલ્લા મથકોએ ધરણાં અને વિરોધનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો,ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા પણ લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં યોજી અને વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

પણ નોટબંધીની નિષ્ફળતાની સાથે-સાથે જામનગર કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમ પણ નિષ્ફળ રહ્યો હોય તેમ ગણ્યા-ગાઠ્યા કાર્યકરો અને આગેવાનોની હાજરી ધરણાં-સ્થળ પર જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું.