વોર્ડ નંબર 15 ના મતદારો માટે હંમેશા લોકપ્રિયતાની ટોચ પર બિરાજમાન રહેલા કોંગ્રેસના ઉમેદવાર મરિયમબેન સુમરા

પ્રજાની વચ્ચે રહ્યા છે લોકપ્રશ્નોને વાચા આપવામાં અડીખમ છે, ચાર ચાર ટર્મથી કોર્પોરેટર છે

વોર્ડ નંબર 15 ના મતદારો માટે હંમેશા લોકપ્રિયતાની ટોચ પર બિરાજમાન રહેલા કોંગ્રેસના ઉમેદવાર મરિયમબેન સુમરા

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનની ચુંટણી હોય જુદા-જુદા વિસ્તારોમાં ક્યા-ક્યા ઉમેદવાર છે તેમના માટે પ્રજાજનોનો કેવો અભિપ્રાય છે એ દરેક બાબતોનુ આકલન થતુ રહે છે ત્યારે અમુક ઉમેદવાર એવા હોય કે પ્રજાજનોએ તેમને હંમેશા તેમના કોર્પોરેટર તરીકે સ્વીકર્યા જ હોય છે, વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ઉમેદવાર મરિયમબેન સુમરા આવા જ લોકપ્રિય ઉમેદવાર છે તેઓ લોકપ્રિયતાની ટોચ ઉપર બિરાજમાન છે તેવો લોક અભિપ્રાય જાણવા મળે છે, મરિયમબેન સુમરા માટે વોર્ડ નંબર 15 લોકોને એટલુ માન છે કે તેઓ વીન જ છે કેમકે સતત બે દાયકાથી તેઓ પ્રજાપ્રતિનિધી છે અને પ્રજાની સેવા કરે છે તેમને જનસેવાનો ખુબ અનુભવ છે જેથી ઘણીવખત તો લોકોએ કહ્યુ ન હોય ત્યા કામ થઇ ગયુ હોય છે તેમ લોકો કહે છે.

-ગ્રાન્ટના કામ સહિત હંમેશા પ્રજાની મદદ માટે ખડેપગે રહેતા મરીયમબેન

મરીયમબેન કાસમભાઇ સુમરા સતત 20 વર્ષથી વોર્ડ નં 15 માં એક વખત અપક્ષ તેમજ ત્રણ વખત કોંગ્રેસપક્ષમાંથી ચુટાઈ આવ્યા છે, સતત કાર્યરત રહી રાજકીય તેમજ સામાજિક કાર્ય કરીને પ્રજાની વચે રહીને સંપૂર્ણ ગ્રાન્ટના કામ પૂરા કરેલ છે, કોરોના જેવા કાળમાં પણ પોતાના વિસ્તારના લોકોની પડખે ઉભા રહી અને જરૂરી તમામ મદદ તેવોએ કરી હતી, પ્રજાના નાના મોટા તમામ પ્રશ્નોના ઉકેલ માટે મરિયમબેન સુમરા હંમેશા કટિબદ્ધ રહ્યા છે, અને એટલે જ અત્યારસુધી 4 વખત તેવો કોર્પોરેટર તરીકે ચુંટાઇ આવ્યા છે.

-મરીયમબેન 108 ની જેમ ખડેપગે હોય છે...પ્રજાજનોનો ઉમળકાભેર અભિપ્રાય

વોર્ડ નંબર 15ના વિસ્તારના લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય રાત કે દિવસ જોયા વગર પોતે 108 ની જેમ સીનીયર સીટીઝન હોવા છતાં ખડે પગે ઊભા રહીને વિસ્તારના લોકોના પ્રશ્નો અને જરૂરી મદદ માટે કોંગ્રેસના ઉમેદવાર મરિયમબેન સુમરાની હંમેશા તૈયારી જ હોય છે, અને ના જેવો શબ્દ તેની જીભ પર ક્યારેય જોવા મળતો નથી અને દરેક સમાજને સાથે લઇ ચાલવાની નિતિ સાથે સેવાને લગતા લોકોને લગતા દરેક કાર્યમાં તેઓનો મહત્વનો ફાળો હોય છે, આ બાબતથી તેના વિસ્તારના લોકો ભલીભાતી વાકેફ છે.તેમ આ વિસ્તારમાંથી જાણવા મળ્યુ છે અને પ્રજાજનોનો ઉમળકાભેરનો અભિપ્રાય મળ્યો છે,

-લોકોની સુવિધા કરાવવા સાથે માનવતા દર્શાવી સતત લોકોની પડખે રહેતા કોંગ્રેસના કોર્પોરેટર મરીયમબેન સુમરા

વોર્ડ નં.15 વિસ્તારમાં મરિયમબેન કાસમભાઈ સુમરા કોંગ્રસ દ્વારા ટીકીટ આપવામાં આવી તેની વાત કરીએ 1 વખત અપક્ષ 3 વખત કોંગ્રેસ જીત મેળવી છે. તમામ સમાજને સાથે રાખીને સેવા કર્યોમાં તેવોં અગ્રેસર રહે છે. તેમાં હોસ્પિટલ, નવરાત્રી, લોકડાઉનમાં અનાજની 1300 કીટનું વિતરણ સિનિયર સીટીઝન હોવા છતાં લોકોની વચ્ચે રહી કામ કરે છે. તો વોર્ડમાં કોઈ સુવિધાના ખૂટે અને લોકોને પ્રજા પ્રતિનિધિ હોવાનો અહેસાસ થાય તે માટે તેવોએ કોર્પોરેટરની મળતી ગ્રાન્ટમાંથી રોડ રસ્તા, બેંચ, નળ, ગટર, પીવાના પાણી સમસ્યાનું નિરાકરણ લાવી અને સાચા જનપ્રતિનિધિ તરીકેનું ઉદાહરણ બખૂબી પૂરું પાડ્યું છે, આ વખતે મરિયમબેન કાસમભાઈ સુમરાએ આ વિસ્તારમાં થી પોતાની 5 મી વખત દાવેદારી નોંધાવી છે ત્યારે લોકોને પણ તેમના ઉપર આદર છે ગર્વ છે.

-ગત ટર્મની કામગીરી સારી હોઇ ફરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મરીયમબેનને ટીકીટ મળી

ગત પાંચ (5) વર્ષના સમયગાળા દરમ્યાન વિસ્તારના લોકોનો પ્રેમ, લાગણી આશીર્વાદથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર તરીકે સજજડ મહેનત, જોશ, ઉમંગથી સમાજ કલ્યાણના વિકાસશીલ કાર્યો કોઇપણ જાતના ભેદભાવ, કે જાતીવાદ વીના સંપુર્ણ ઇમાનદારીથી કાર્યો કરેલ છે. માટે કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરાને ફરીથી ટીકીટ મળી છે.