S.T.બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસટી બસની હાલત જોવા થઇ 

અકસ્માત અહી થયો અને બાદમાં...

S.T.બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસટી બસની હાલત જોવા થઇ 

Mysamachar.in-મોરબી:

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદથી કચ્છ-ભુજ તરફ જતી એસટી બસ સુખપર હાઇવે પાસે ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તમામને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હળવદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતની ઘટનાથી સ્થળ પર ટ્રાફિક જામ થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઇજા થઇ છે.