સમાધાન શક્ય ના બનતા ફિનાઇલ પીવડાવી કરાયો હત્યાનો પ્રયાસ

ત્રણ મહીલા સહીત છ શખ્શો સામે ફરીયાદ

સમાધાન શક્ય ના બનતા ફિનાઇલ પીવડાવી કરાયો હત્યાનો પ્રયાસ

mysamachar.in-જામનગર:

જામનગર ગણેશવાસમાં રહેતી પરણીતા પાડોશમાં રહેતા યુવક સાથે નાશી ગયા બાદ પરીણીતાના પતિ સાથે સમાધાન ન થતાં પાડોશમાં રહેતા પરિવારે નાશી છૂટેલ પરીણીતાના પતિના ઘરમાં ઘુસીને ગળેટુપો આપ્યા બાદ ધરાર ફિનાઇલ પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યાનો ચોકાવનારો કિસ્સો પોલીસ મથકે નોંધાતા વાલ્મીકી સમાજમાં ચકચાર જાગી છે,

જામનગર ગણેશવાસમાં રહેતા મુકેશ રાઠોડની પત્ની વનીતાબેન કિશન નામના યુવક સાથે ક્યાક જતી રહેલ હતી જેના સમાધાનની બે પરિવાર વચ્ચે વાતચીત ચાલતી હોય પરંતુ સમાધાન થયું નહીં આથી વનીતાબેન જે કિશન નામના યુવક સાથે નાશી ગયેલ હતી તે કિશનની બહેન લાભુબેન તથા પંકજ ઉર્ફે ભૂરો પરમાર,રામજી મોતી,મનજી વાલજી,અલ્કાબેન રામજી તેમજ ભૂરીબેન વગેરે મુકેશ રાઠોડના ઘરમાં ઘુસીને બધા ભેગા મળીને ગળેટુપો આપી મુકેશને બળજબરીથી ફિનાઇલ પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કરતાં ભાગદોડ મચી ગઈ હતી અને ગણેશવાસ વિસ્તારમાં બનેલ આ બનાવથી ચકચાર જાગી છે,

ત્યારે ભોગ બનનાર મુકેશભાઈના પુત્ર સુનીલએ પોતાના પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પાડોશમાં રહેતા પરમાર પરિવારના ૬ સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,આ ગુન્હો સીટી સી પોલીસ મથકે નોંધાતા પી.આઈ.માર્કન્ડે ૩૦૭ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.