સબંધના દાવે આપી દુકાન, ખાલી કરવા કહ્યું તો કે આપો પૈસા, લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાઈ ફરિયાદ

જામનગરના સર્વોદય સોસાયટીમાં આવેલ છે દુકાન

સબંધના દાવે આપી દુકાન, ખાલી કરવા કહ્યું તો કે આપો પૈસા, લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર

આજના સમયમાં કોઈ સબંધો પર ભરોષો કરી તેને આપની માલ મિલકત આપવા કેવા ભારે પડે અને બાદમાં કેટલું હેરાન થવું પડે તેનો એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બે શખ્સો સામે ફરિયાદ પણ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, બે શખ્સોએ કાલાવડના ડૂંગરાળી દેવળિયા ગામે રહેતા એક ખેડૂતની માલિકીની દુકાન પચાવી પાડી હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. ભાડુ લીધા વગર સબંધને દાવે આપેલ દુકાન પર બે શખ્સોએ કબજો જમાવી દઈ જેની દુકાન છે તેને જોઈતી હોય તો સામા પૈસાની માંગની કરી હોવાનો આ સમગ્ર મામલો પોલીસ દફતરે ચઢ્યો છે,

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળીયા ગામે રહેતા રમેશભાઇ તુલસીભાઇ વાદીએ પોતાની જામનગરમાં સર્વોદય સોસાયટીમાં આવેલ સીટી સર્વે શીટ નં.342 સી.સ.નં.5209 વાળી પુર્વ તરફની પહેલી દુકાન વર્ષ 2017માં સાધના કોલોની બ્લોક નં.M-48/3836 રણજીત સાગર રોડ પર રહેતા ભરત સવજીભાઇ વઘાસીયા નામના શખ્સને વગર ભાડે આપી હતી. સમય જતાં આ શખ્સ દુકાન પોતાના સુરતમાં રહેતા ભાઈ લલીતભાઇ સવજીભાઇ વઘાસીયાને સોંપી દીધી હતી. જે બાદ રમેશભાઈ જામનગર આવી જેને દુકાન સબંધને દાવે આપી હતી તે લલિતભાઈને દુકાન ખાલી કરી દેવા કહ્યું હતું. જેની સામે લલિતભાઈએ ખાલી કરવા રૂપિયાની માંગણી કરી હતી.

રૂપિયા 7 લાખની કિંમતની 110 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતી દુકાન ખાલી નહિ કરવા કેટલાય સમયથી વાતચીત બાળા પણ કોઈ નિવેડો ના આવતા આ મામલે ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરતા હુકમ થયેથી ભરત સવજી વધાસીયા અને લલિત સવજી વધાસીયા વિરુદ્ધ આ દુકાન ખાલી કરતો ન હોય અને ગેરકાયદેસર કબ્જો રાખી પૈસા પડાવવાની કોશીશ કરતો હોવાનું સામે આવતા પોલીસે બંને ભાઈઓ સામે એકબીજાને મદદગારી કરવા સબબ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે, જેની તપાસ ASP નીતેશ પાંડે કરી રહ્યા છે.